પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા :
વાહનોને નુકસાન થતા ચાલકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી :
વડોદરા મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. પ્રથમ વરસાદે પાલિકાની ઉઘાડી પાડી દીધી હતી.બીજી તરફ માંજલપુર અલવાનાકા પાસે આવેલ કોતર તલાવડી વિસ્તારના મુખ્ય માર્ગો પર અસંખ્ય ખાડાના રાજથી વાહન ચાલકો અને રાહદારીઓ તંત્રના પાપે હાલાકી ભોગવવા મજબુર બન્યા છે.
કહેવાથી અને કાગળ ઉપરની સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્રની મેઘરાજાએ પોલ ઉઘાડી પાડી દીધી છે શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના ખાડા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના માંજલપુર અલવાનાકા પાસે આવેલ કોતર તલાવડી વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર અસંખ્ય ખાડાનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાડાઓના કારણે વાહન ચાલકોને પોતાના વાહનોને પણ નુકસાન તેમજ રાહદારીઓને પણ ઘણી હાલાકી પડી રહી છે.બીજી તરફ સ્માર્ટ શાસકો વિકાસની ગુલબાંગો ફૂંકી રહ્યા છે. પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતના કારણે રોડ રસ્તાના કામોમાં પણ કટકી કરતા માર્ગો ઉપર ખારા પડતા લોકો છાશવારે મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે વાહન ચાલક હોય આ રોડ ઉપરના ખાડા પુરવા અને વ્યવસ્થિત કામગીરી કરવા માંગણી કરી હતી.