રાજ્ય બહારથી યુવતીઓ બોલાવી દેહવ્યાપારનો ગોરખ ધંધો ચલાવતી મહિલા મેનેજરની અટકાયત,સંચાલક ફરાર
પ્રતિનિધિ વડોદરા તા 16
માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે પાણી આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું છે. રાજ્ય બહારથી તથા શહેરની જરૂરિયાતમંદ યુવતીઓ બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવતી મહિલા મેનેજરને ઝડપી પાડી સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે. એએચટીયુની ટીમે રેડ કરી સાત યુવતીઓને મુક્ત કરાવી હતી.
વડોદરા શહેર પોલીસ વિભાગે થોડા મહિના પહેલા વિવિધ વિસ્તારોમાં પાણી આડામાં ધમધમતા કુટણખાના સામે લાલા કરી દેહ વ્યાપારનો ધંધો કરતા સંચાલકોની અટકાયત કરાઈ હતી. 15 મેના રોજ પીઆઈ ડો.બી.બી પટેલ સહિત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે તૌસિફ ઇસ્માઇલજી ખત્રી રાજ્ય બહારથી તથા ગુજરાત રાજ્યની જરૂરીયાતમંદ યુવતીઓને માંજલપુર વિસ્તારમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા નજીક લીલેરીયા પેરામાઉન્ટ કોમ્પલેક્ષ દુકાન નંબર 233-234માં રોયલ રિચ સ્ટાયલ નામના સ્પામાં બોલાવી કુટણખાનું ચલાવે છે. ગ્રાહકો પાસે એન્ટ્રી પેટે રૂપિયા બારસોથી પંદરસો જેટલા રૂપિયા લઈ ત્યારબાદ યુવતી દીઢ રૂપિયા ત્રણથી ચાર હજારનો ભાવ લઇ સ્પામાં દેહવ્યપારનો ધંધો ચલાવે છે. જેના આધારે એએચટીયુની બાતમી મુજબના સ્પામાં રેઇડ કરી હતી. ત્યારે સ્થળ પરથી સાત ભોગ બનનાર યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવી હતી. જ્યારે દેહ વેપારનો ધંધો કરાવનાર આરોપી સ્પા મેનેજર શબાના ઉર્ફે કાજલ ઇસ્માઇલ શેખ ( રહે-સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે સબીના ચાલી, વડોદરા, મુળ રહે-રૂમ ન-09 નયાનગર માહીમ લીક રોડ રહીઝા હોસ્પીટલની સામે માહીમ વેસ્ટ મુંબઇ મહારાષ્ટ્ર) ઝડપી પાડી હતી. જ્યારે સ્પા માલીક તૌસિફ ઇસ્માઇલજી ખત્રી (રહે-બોડેલી, છોટાઉદેપુર) નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. એએચટીયુની ટીમે સ્પાના સંચાલક વિરુદ્ધ વિરુધ્ધમાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ધી ઇમ્મોરલ ટ્રાફીક પ્રિવેન્સન એકટ હેઠળ ગુનો નોંધાયો છે.
વડોદરા: માંજલપુરમાં સ્પાની આડમાં ધમધમતું કુટણખાનું ઝડપાયું
By
Posted on