ઇવા મોલ પાછળ આવેલા સારસ્વત ફ્લેટના 301 નંબરના મકાનમાં પોલીસની રેડ, પોલીસને આવતી જોઇને નશાબાજોનો નશો પણ ઉતરી ગયો
શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ઇવા મોલ પાછળ સારસ્વત ફ્લેટના 301 નંબરના મકાનમાં ચાલતી દારૂની પાર્ટી પર પોલીસે રેડ કરી હતી. જેમાં સાત નબીરા ઝડપાઈ ગયા હતા. પોલીસને આવતી જોઇને તો નશાબાજોનો નશો પણ ઠંડો પડી ગયો હતો. તમામ નબીરાઓના ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
વર્ષ 2016માં ભીમપુરાના પાસેના અખંડ ફાર્મ હાઉસમાં ઉદ્યોગપતિના પૌત્રીની એગેંજમેન્ટ સેરેમનીમાં 129 માલેતુજારોમાં દારૂની પાર્ટી કરતા ઝડપાયા હતા. પરંતુ આઠ વર્ષ બાદ આવેલા ચુકાદામાં તેમનો નિર્દોષ છુટકારો થયો હતો. ત્યારે ગઇ કાલે 9 ઓગષ્ટના રોજ માંજલપુર વિસ્તારમાં આવેલા ઈવા મોલની પાછળ સારસ્વત ફ્લેટમાં ત્રીજા માળે ફ્લેટ નંબર 301મા સાત જેટલા લોકો ભેગા મળીને દારૂની મહેફીલ માણી રહ્યા હોવાની બાતમી માંજલપુર પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે બાતમી વાળી રૂમ નંબર 301માં રેઈડ કરી હતી. ત્યારે પોલીસને આવતી જોઇને પીધેલાઓમાં દોડધામ મચવા સાથે તેમનો નશો પણ ઉતરી જવા પામ્યો હતો. પોલીસે સ્થળ પરથી ખાનદાની નબીરા હાર્દિકભાઈ દિલીપભાઈ પટેલ, ધવલભાઈ કિશોરભાઈ પ્રજાપતિ, કલ્પેશભાઇ દિનેશભાઈ વસાવા, ચેતક ઉર્ફે જોન્ટી દિનેશભાઈ પટેલ, અતિકુમાર હસમુખભાઈ પટેલ,નરેશભાઇ અમીનભાઈ પંચાલ, આકાશ દિપકભાઇ ગાંધીની ધરપકડ કરી હતી. તમામ નશેડીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.