બોલીવુડના પડદે ધૂમ બચાવનાર પુષ્પા ટુ ફિલ્મ આજથી જ થઈ છે રિલીઝ
શો સમયસર શરૂ નહીં થતા દૂર દૂર થી મુવી નિહાળવા આવેલા ચાહકો રોષે ભરાયા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વડોદરા શહેરના માંજલપુર ઈવા મોલમાં PVR મલ્ટિપ્લેક્સમા પુષ્પા 2 ફિલ્મના પ્રીમિયર મોર્નિંગ શોમાં મોટી સંખ્યામ ચાહકો ઉમટ્યા હતા. ત્યારે, આ શો સમયસર શરૂ નહીં થતા ચાહકો અકળાયા હતા અને ચિચ્યારી પાડી હોબાળો મચાવ્યો હતો.
બોલીવુડના પડદે ધૂમ મચાવનાર પુષ્પા 2 ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. જોકે તેનો પ્રીમિયર શો સમયસર શરૂ ન થતા વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી પીવીઆર મલ્ટિપ્લેક્સ માં આ મુવી જોવા ગયેલા દર્શકોએ ભારે હોબાળો મચ્યો હતો. માંજલપુર ઇવા મોલમાં PVR મલ્ટીપ્લેક્સમાં સવારનો 8.30 કલાકનો પ્રીમિયર શો હતો. જેને જોવા માટે વડોદરાના લોકલ તેમજ જિલ્લા ભરમાંથી ચાહકો આ મલ્ટિપ્લેક્સમાં પહોંચ્યા હતા. ત્યારે આ મુવીનો સમયસર શો શરૂ નહીં થતા ચાહકોએ ચિચિયારીઓ પાડી હતી. જેના કારણે મલ્ટિપ્લેક્સના સંચાલકો પણ દોડતા થયા હતા અને મુવી જોવા માટે આવેલા દર્શકો દ્વારા કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે પ્રયાસ હાથ ધર્યા હતા.
મહત્વનું છે કે, અલ્લુ અર્જુન સ્ટારર મોસ્ટ અવેઈટેડ ફિલ્મ પુષ્પા 2 થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ અને પુષ્પા-ધ રૂલને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. આ વખતે પુષ્પરાજ વાસ્તવમાં ફાયર નહીં પરંતુ વાઈલ્ડ ફાયર છે. બદલાની સ્ટોરી પુષ્પા 2માં બતાવવામાં આવી છે. વડોદરા શહેરમાં પણ ચાહકોમાં ભારે રહેશે ત્યારે આજે સવારે પ્રીમિયર શોમાં માંજલપુરના ઇવા મોલમાં આવેલી PVR મલ્ટીપ્લેક્સમાં ચાહકો પહોંચ્યા હતા. આ પ્રીમિયર શો 8:30 કલાકનો હતો. પરંતુ, તે સમયસર શરૂ નહીં થતા ચાહકો રોસે ભરાયા હતા અને બૂમરાણ મચાવી મલ્ટિપ્લેક્સને ગજવી હતી. ડભોઇના ચાહકોએ જણાવ્યું હતું કે આ ફિલ્મ રિલીઝ થઈ છે. ત્યારે ફર્સ્ટ ટેક ફર્સ્ટ શો જોવા માટે અમે 40 કિલોમીટર દૂરથી વડોદરાની માંજલપુર પીવીઆર મલ્ટિપ્લેક્સ ખાતે આવ્યા હતા. અમે જ્યારે અંદર ગયા ઘણો સમય થઈ ગયો છતાં પણ આ ફિલ્મનો શો શરૂ થયો ન હતો. મેનેજમેન્ટ ને જણાવવામાં આવતા પેન ડ્રાઈવ આવ્યું નથી. હજી વાર લાગશે તેમ કહ્યું હતું તે વાતને પણ ઘણો લાંબો સમય વીતી ગયો છતાં પણ આ શો શરૂ થયો ન હતો. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. મેનેજમેન્ટ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવે છે. જોકે આ લોકોએ કોઈ ટેસ્ટિંગ જ કર્યું નથી. અમે અંદર ગયા ત્યારે એસી પણ ચાલુ ન હતું. અમને અંદર બેસાડી દીધા અને અડધો કલાક વીતી ગયો આખરે એક કલાક થઈ ગયો અને એ લોકોનું કહેવું છે કે પેન ડ્રાઈવ આવે છે અને પછી અંતે કહી દીધું કે હવે પેન ડ્રાઈવ નથી આવવાની. ત્યારે સંચાલકો દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાની હોય છે જોકે તૈયારીઓ કર્યા વિના જ અહીં ફિલ્મ જોવા આવેલા દર્શકોને અંદર એન્ટ્રી આપી દેવાઈ હતી કલાકો સુધી બેસી રહેલા અમારા સિવાયના અન્ય દર્શકો પણ રોસે ભરાયા હતા. અમે અહીં વિરોધ કર્યો છે અમને પૈસા રિફંડ આપવા માંગ કરી છે.