નદી તટમાં સીલ્ટીંગ, ડહોળાશવાળા પીળા પાણીની સમસ્યા ઉભી થઈ હતી
મહીસાગ૨નાં ૨ાયકા-દોડકા ફ્રેન્ચકુવાની ફીડર નળીકાનું પોઇચા ફ્રેન્ચકુવાની ફીડ૨ નળીકા જ્યારે ફાજલપુર નળીકાનું રાયકા-દોડકા ફેન્ચકુવાની ફીડર નળીકા સાથે જોડાણ ક૨વાની કામગીરી ૬૭(૩)સી હેઠળ ક૨ાવવામાં આવી હતી
વડોદરા, તા.
મહીસાગ૨નાં ૨ાયકા-દોડકા ફ્રેન્ચકુવાની ફીડર નળીકાનું પોઇચા ફ્રેન્ચકુવાની ફીડ૨ નળીકા સાથે તેમજ ફાજલપુર નવિન નળીકાનું રાયકા-દોડકા ફેન્ચકુવાની ફીડર નળીકા સાથે જોડાણ ક૨વાની કામગીરી જીપીએમસી એક્ટની કલમ ૬૭(૩)સી હેઠળ ક૨ાવવાનાં કામે ઈજા૨દા૨ મે.ઈલાઈટ એન્જીનિયર્સ પાસે કરાવેલી કામગીરીનાં થયેલા ખર્ચ રૂ.૪૯,૨૬,૬૮૦ તથા જીએસટીની જાણ સ્થાયી સમિતિને ક૨વામાં આવી છે.
પાલિકાનાં ચાર ફેન્ચવેલો ફાજલપુર, રાયકા, દોડકા તથા પોઇચા તેમજ દોડકા ઇન્ટેકવેલ મહીસાગર નદીમાં આવેલા છે. કુવાઓ ધ્વારા શહે૨માં અંદાજે ૩૦૦ એમ.એલ.ડી. પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે.
રાયકા-દોડકા ફ્રેન્ચકુવાની સંયુક્ત ફીડર લાઇન ૧૩૫૪ મી.મી. વ્યાસનું પોઇચા ફ્રેન્ચકુવાની ૯૫૫ મી.મી. વ્યાસની ફીડર નળીકાનું ૬૦૦ મી.મી. વ્યાસની એમ.એસ. નળીકાથી રાયકા ગામનાં ગેટ પાસે સોર્ટીંગ છે. પરંતુ સોર્ટીંગ હાલ જર્જરીત સ્તરે હોઇ, સોર્ટીંગ વાલ્વ યોગ્ય રીતે ઓપરેટ થઈ શક્તો નથી. તદ્દઉપરાંત અગાઉનાં ૫થી ૬ વર્ષ ઉપરાંતનાં સમયમાં ફાજલપુર ફ્રેન્ચકુવાની ૯૦૦૦ મી.મી. વ્યાસની ડી.આઈ. લાઈનની કામગીરી દરમ્યાન નંદેશરી ચોકડી પાસે રાયકા-દોડકા ફેન્ચકુવાની ૧૩૫૪ મી.મી. વ્યાસની એચ.એસ. નળીકાની પાસે ૧૦૦૦ મી.મી. વ્યાસની ટી બેસાડી બટરફ્લાય વાલ્વ બેસાડી ચેમ્બર બનાવાયુ હતું.
ચોમાસાની સીઝન બાદ રાયકા ફ્રેન્ચકુવાની પાસે નદી તટમાં ઘણા મોટા પ્રમાણમાં સીલ્ટીંગ થયું હતું તેમજ નદીમાં ડહોળાશવાળા પીળા પાણીની સમસ્યા ઉભી થતાં રાયકા-દોડકા ફ્રેન્ચકુવા ખાતે જરૂરીયાત મુજબનાં પંપો ચલાવી શકાતા નથી. આ પરિસ્થિતિમાં અગાઉ છોડેલ ફાજલપુર ફેન્ચકુવાની ડી.આઈ. નવિન ફીડર નળીકાનું નંદેશરી ચોકડી પાસેનાં ટીમાંથી રાયકા-દોડકા ફ્રેન્ચવેલની એચ.એસ. ફીડર નળીકા સાથે જોડાણ ક૨વાથી તેમજ રાયકા ગામનાં ગેટ પાસે રાયકા-દોડકા ફ્રેન્ચકુવાની સંયુક્ત ફીડર નળીકા અને / અથવા રાયકા ફ્રેન્ચકુવાની ફેન્ચકુવાની એચ.એસ. ફીડર નળીકાનું પોઇચા ફ્રેન્ચકુવાની એચ.એસ. ફીડર નળીકા ફીડર સાથે જોડાણ ક૨વાથી એક ફીડર નળીકાનું પાણી બીજી ફીડર નળીકામાં લઇ શકાઈ તે હેતુસર ઉપરોક્ત જોડાણ તાત્કાલિક કરવાની જરૂરીયાત હતી.
કામગીરી જી.પી.એમ.સી. એકટની કલમ ૬૭(૩)(સી) હેઠળ ક૨ાવવા મંજુરી આપવામાં આવેલ. જે અન્વયે કામગીરી કરવા અનુભવી ઇજારદાર मे. ઇલાઈટ એન્જીનિયર્સને વર્ક ઓર્ડર આપીને ફાજલપુર ફ્રેન્ચકુવાની ૯૦૦૦ મી.મી. વ્યાસની નવિન ડી.આઇ ફીડર નળીકાનું નંદેશરી ચોકડી પાસેનાં ટીમાંથી રાયકા-દોડકા ફ્રેન્ચવેલની ૧૩૫૪ મી.મી. વ્યાસની એચ.એસ. ફીડર નળીકા સાથે જોડાણ ક૨વાની તેમજ રાયકા ગામનાં ગેટ પાસે રાયકા ફ્રેન્ચકુવાની ૯૦૦ મી.મી. વ્યાસની એચ.એસ ફીડર નળીકાનું પોઇચા ફ્રેન્ચકુવાની ૯૫૫ મી.મી. વ્યાસની ફીડર સાથે જોડાણ ક૨વાની, રાયકા ગેટ પાસે નવિન વાલ્વ ચેમ્બર બનાવવાની તથા પ૨ચુરણ દુરસ્તીની કામગીરી પૂર્ણ કરાવવામાં આવી છે.
કામગીરી કલમ ૬૭(૩)સી હેઠળની હોઇ, અંદાજીત રૂ.૩૭,૮૯,૮૭૦.૨૧ની કામગીરી માટે ઇજારદાર પાસેથી ઓફર મંગાવતાં મેં.ઇલાઇટ એન્જીનિયર્સની રૂ.૫૨,૩૦,૦૨૧ (GST સિવાય)ની અંદાજથી ૩૮,૦૦% વધુ મુજબની ઓફર આવી હતી. ઇજારદાર મેં.ઇલાઇટ એન્જીનિયર્સને ભાવ ધટાડો ક૨વાનું જણાવતા ઇજારદાર ઘ્વારા અંદાજીત રકમથી ૩૮% વધુનાં ભરેલા ભાવમાં ૪%નો ત્યાર બાદ ૦.૭૧%નો અને તે પછી વધુ ૧.૦૯%નો ઘટાડો કરી, અંદાજીત રકમથી ૩૦% વધુ મુજબ રૂ.૪૯,૨૬,૬૮૦થી કામગીરી ક૨વા સંમંતી આપી.હતી. હવે નેટ અંદાજ રૂ.૩૭,૮૯,૮૭૦.૨૧થી ૩૦% વધુ મુજબ ઓફ૨ની ૨કમ રૂ.૪૯,૨૬,૬૮૦ તથા જીએસટી થયેલ છે. જે બાબતે સ્થાયી સમિતિને જાણ કરવામાં આવી છે.
વડોદરા: મહીસાગર, ફાજલપુર નળીકાને ફ્રેન્ચ કુવાની ફિડર નળીકા સાથે જોડવા ૩૦% વધુ રકમ ચૂકવવાશે
By
Posted on