Vadodara

વડોદરા : મહિલા કોર્પોરેટરે ચેતવણી આપી,પાણી વિતરણ કરવામાં નહીં આવે ત્યાં સુધી ટાંકી પરથી ખસવાની નથી

ઈજારદારની ગંભીર બેદરકારી બદલ નોટિસ આપવા અને ખુલાસો કરી પેનલ્ટી વસૂલ કરવાની સૂચના આપી :

વોર્ડ 1ના મહિલા કોર્પોરેટર મોડીરાત્રે છાણી જકાતનાકા પાણીની ટાંકી ખાતે પહોંચ્યા, પાણી વિતરણ મુદ્દે ગંભીર બેદરકાર તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો

( પ્રતિનિધિ )વડોદરા,તા.7

વડોદરા મહાનગર પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 1ના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા સોમવારે મોડી રાત્રે છાણી જકાતનાકા પાણીની ટાંકી ખાતે પહોંચ્યા હતા.વિસ્તારના લોકોને પાણી વિતરણ નહીં થતાં તેઓએ ટાંકી પરથી ખસવાની નથી તેવી ચેતવણી આપી હતી.ત્યારબાદ MGVCLના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને કામગીરી ચાલુ કરી હતી.બાદમાં મોડે મોડે લોકોને પાણી વિતરણ થયું હતું.ત્યારે આ સમગ્ર મામલે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરને ઈજારદારની ગંભીર બેદરકારી બદલ નોટિસ આપવા અને ખુલાસો કરી પેનલ્ટી વસૂલ કરવાની સૂચના આપી હતી.

વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા જણાવ્યું હતું કે સાંજે છ વાગ્યે પાણી વિતરણ કરવાનું હતું. MGVCLના ફોલ્ટના કારણે રાત્રે 9:30 વાગ્યા સુધીમાં પાણી વિતરણ ન થયું. હું અહીંયા છાણી જકાતનાકા પાણીની ટાંકી ઉપર આવીને બેસુ છું, જ્યાં સુધી પાણી ચાલુ નહીં થાય ત્યાં સુધી હું આ ટાંકી પરથી ખસવાની નથી. એ રીતની જ્યારે મેં ચેતવણી આપી ત્યારબાદ એમજીવીસીએલવાળા આવ્યા અને કામગીરી ચાલુ કરી અને અંધારામાંથી અજવાળું થયું અને પંખા ચાલુ કર્યા અને હવે અડધા કલાક પછી ટાંકીઓ ભરાશે . પછી પાણી વિતરણ થશે. એટલે લગભગ રાત્રે 11 વાગ્યા સુધીમાં પાણી ચાલુ થશે. જો હું અહીંયા આવીને ચેતવણી ના આપી હોત તો કદાચ અત્યાર સુધી પણ આ કામગીરી થઈ ન હોત.

Most Popular

To Top