પોલીસ કમિશનર દ્વારા આ મહિલા કર્મીની બદલીનો 26 માર્ચે હુકમ કરાયો હતો
વડોદરા તારીખ 21
વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલની પોલીસ કમિશનર દ્વારા બદલીનો હુકમ એસસીએસટી સેલમાં કરાયો હોવા છતાં તેમને કેમ છુટા કરવામાં આવતા નથી? મહિલા કોન્સ્ટેબલની બદલીને મહિનો થવા આવ્યો હોવા છતાં હજુ એસસીએસ.ટી સેલમાં કેમ હાજર થયા નથી? ત્યારે પોલીસ કમિશનરના હુકમનો અનાદાર કરનાર પીઆઈ તથા મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ કોઈ એક્શન લેવાશે ખરો ?
વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં એક જ જગ્યા પર પોલીસ કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે. જેનાં કારણે પોલીસ કમિશનર દ્વારા આવા કર્મચારીઓની સાગમટે બદલીના હુકમ કરવામાં આવતા હોય છે.પરંતુ અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવનાર કર્મચારીઓ જાણે પોલીસ અધિકારીના માનીતા હોય તેમ પોલીસ કમિશ્નરના બદલીના હુકમનો અનાદર કરી પોતાની મનમાની કરતા હોય છે અને કર્મચારીઓને છૂટા કરતા નથી તેવો કિસ્સો હરણી પોલીસ સ્ટેશનમા સામે આવ્યો છે કે હરણી પોલીસ સ્ટેશનમાં અ.વુ.હે.કો.જલ્પાબેન અમરસિંહ પોલીસ કમિશનર દ્વારા એસસીએસટી સેલમાં બદલીનો હુકમ 26 માર્ચ 2025 ના રોજ કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પોતાની મનમાની કરીને આ કર્મચારીને છુટા કરવામાં આવતા નથી. જેનાં કારણે મહિલા પોલીસ કર્મચારી પણ એસ.સી એસટી સેલમાં હાજર થયા નથી. ત્યારે થાણા અધિકારી પોલીસ કમિશનર દ્વારા હુકમ કરાયો હોવા છતાં પણ તેમના હુકમનું ઉલ્લંઘન કરીને આ મહિલા કર્મચારીને છૂટા નહીં કરી બીજે હજાર થવા દેવામાં આવતા નથી. પી.આઈ દ્વારા મહિલા કર્મચારીને કેમ અન્ય જગ્યા પર બદલી કરવામાં આવતી નથી. પોલીસ કમિશનર દ્વારા તેમના હુકમનો પાલન નહીં કરનાર પોલીસ અધિકારી અને કર્મચારી વિરુદ્ધ પગલા લેવામાં આવશે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બદલીના હુકમને મહિનો થવા આવ્યો હોવા છતાં હજુ મહિલા કોન્સ્ટેબલ એસસી એસટી સેલમાં હાજર થયા નથી.