વારસિયા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપઘાત કરવા પાછળનું કારણ જાણવા આગળની કાર્યવાહી હાથધરી
( પ્રતિનિધિ )વડોદરા,તા.20
વડોદરા શહેર ભાજપના મહિલા કાઉન્સિલરની બહેને અગમ્ય કારણોસર પોતાના મકાનમાં પંખા સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. બનાવ અંગે પોલીસે મૃતદેહને પીએમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

વડોદરા શહેર ભાજપના મહિલા કાઉન્સિલરની બહેને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના સંવાદ ક્વોટર્સમાં રહેતા 34 વર્ષીય અંકિતાબેન ઉત્તેકરે રાત્રિના સમયે પોતાના ઘરે આગળના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ સંદર્ભે વારસિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડી આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ અંકિતાબેને આપઘાત કરી લેતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ બન્યા હતા.