આઈ પી એસ અધિકારી બોલતા હોવાની ખોટી ઓળખ આપી શિક્ષિકા સાથે ઠગાઈ..
વાઘોડિયા રોડ પર રહેતી શિક્ષિકાને વિડીયો કોલ કરીને બીજા બાજુએ આઇપીએસ ઓફિસર બોલતા હોવાની ખોટી ઓળખ આપ્યા બાદ તમે મુંબઈથી ગેરકાયદે થાઇલેંડ પાર્સલ મોકલ્યું છે. સીબીઆઈ એ જેની તપાસ કરી રહી છે તેમ કહી મહિલાને ચાર કલાક સુધી વિડીયો કોલ પર ટોર્ચર કરી હતી. ત્યારબાદ તેમના પતિને ગોળી મારી દેવાની ધમકી આપી એક લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેથી ગભરાઈ ગયેલી શિક્ષિકાએ સાયબર ક્રાઇમના 1930 નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી છે.
સાયબર માફિયાઓ દ્વારા હવે ડિજિટલ એરેસ્ટ દ્વારા ઠગાઈ કરવાની નવી મોર્ડસ સોપરેન્ડી શરૂ કરી છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતા મહિલા શિક્ષકને ભેજાબાજે વિડીયો કોલ કરીને આઇપીએસ ઓફિસર રાકેશ કુમાર બોલું છું મુંબઈ સાઇબર ક્રાઇમ ઈસ્ટ બ્રાન્ચમાં ફરજ બજાવું છું ઓફિસર ના પુરા યુનિફોર્મમાં થગ બેઠેલો હતો જ્યાં ઓફિસ પણ હુબહુ આઇપીએસ અધિકારી જેવી બનાવેલી હતી. જેથી મહિલા શિક્ષિકાને સામેવાળી ઠગ વ્યક્તિ આઈપીએસ ઓફિસર જ બોલે છે તેમ માની લીધું હતું. ખોટી ઓળખ આપનાર શખ્સે શિક્ષિકાને જણાવ્યું હતું કે તમારો કેસ ઘણો સિરિયસ છે સીબીઆઈ ઓફિસર દ્વારા મન આજ કેસની તપાસ કરવા માટે માહિતી આપી છે. તમે મુંબઈથી થાઇલેંડ ગેરકાયદેસર પાર્સલ મોકલેલું છે જેમાં 6.8 મિલિયન મન લોનડરિંગ કરવામાં આવી છે ઉપરાંત હ્યુમન ટ્રાફિક પણ કરાય છે જેની તપાસ cbi કરી રહી છે. તમે અમને કોપરેટ કરશો તો તમને નુકસાન થશે નહીં. ત્યારબાદ આ ઠગ આઈપીએસ ઓફિસર એ મહિલાની એક જ રૂમમાં ચાર કલાક સુધી પૂછપરછ કરી ટોર્ચિંગ કર્યું હતું અને ચાર કલાક સુધી મહિલા ને હરસમેન્ટ કર્યા બાદ શિક્ષિકા ના પતિને ગોળી મારી દેવાની ધમકી આપી એક લાખ રૂપિયા બેન્ક એકાઉન્ટમાં જબરજસ્તી ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. જેથી મહિલા શિક્ષકે 1930 નંબર પર કોલ કરીને ફરિયાદ કરી હતી.