Vadodara

વડોદરા : મહિલાના રૂ. 65 હજારના દાગીના ભરેલી થેલી લઈને ફરાર થઈ જનાર રીઢો આરોપી ઝડપાયો

વડોદરા તારીખ 11
ફતેગંજ વિસ્તારમાં સિનીયર સીટીઝન મહીલા ચાલતા જઈ રહ્યા હતા. બે શખ્સ દાંતના દવાખાનાનું સરનામું પૂછવાના બહાને તેમની પાસે આવ્યા હતા. વિશ્વાસ કેળવ્યા બાદ બંનેએ માજી તમારો હાથ બતાવો અને જો તમે અમારા કહ્યા મુજબ કરશો તો તમારું ધારેલું કામ થશે. ત્યારબાદ બંને ઠગોએ આટલું બધું સોનુ કેમ પહેરીને નીકળો છો કોઈ ચોરી જશે તેમ કહી સોનાના દાગીના થેલીમાં મુકાવી દીધા હતા. ત્યારબાદ ચાલાકીથી બંને ઠગ દાગીના ભરેલી થેલી લઈને ભાગી ગયા હતા. ત્યારે બે પૈકી એક ઠગને ક્રાઈમ બ્રાન્ચે સયાજગંજ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠા પાસેથી ઝડપી પાડ્યો હતો.
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં એક સિનિયર સિટીઝન મહિલા 5 એપ્રિલના રોજ બપોરના સમયે ચાલતા જઈ રહ્યા હતા. ત્યારે બે અજાણ્યા શખ્સો મહિલા પાસે આવ્યા હતા અને અહિયા નજીકમાં કોઇ દાંતનું દવાખાનુ ક્યાં છે? તેમ પુછી વાતો કરીને તેમનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ બંને ઠગે માજી તમારો હાથ બતાવો અને તેમને તેઓના કહ્યા પ્રમાણે કરશો તો તમારુ ધારેલુ કોઇ પણ કામ થઇ જશે કેમ કહ્યું હતું. બંને ઠગોએ મહિલાને આટલું બધુ સોનુ કેમ પહેર્યું છે કોઇ ચોરી જશે અને રૂપિયા 65 હજારના સોનાની ચેઇન, કાનની બુટ્ટી, વીંટી સહિતના દાગીના થેલીમા મુકાવી તે થેલી મહિલા પાસેથી લઇ તેમને થાંભલા ફરતે ત્રણ ફેરા ફરવા કહ્યું હતું. જેવા મહિલા થાંભલા પાસે ફેરા ફરવા માટે ગયા ત્યારે દાગીના મુકેલી થેલી લઈ બંને ગઠીયા ભાગી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ બંને ગઠીયાની સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારે શોધખોળ કરી રહ્યા હતા. દરમ્યાન બાતમી મળી હતી કે મહિલા સાથે થયેલી ઠગાઈના ગુનામાં સંડોવાયેલો ગઠિયો બાઈક સાથે સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા પાસે હાજર છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબના સ્થળ પર પહોંચીને રીઢાં આરોપી હૈદર અસ્લમ શેખ ( રહે. હા.બોર્ડના મકાનો, પેટલાદ, તા.જી.આણંદ મુળ રહે.કોસંબા ગામ,આર.કે.ખાનની ચાલ તા.માંગરોળ જી.સુરત તથા સુબેદાર મહોલ્લો,અકોટા, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. આરોપી પુછપરછ કરતા તેણે સાગરીત સલમાન અશરફ શેખ (રહે.પેટલાદ)ની સાથે મળી મહિલા સાથે ઠગાઈ કરી હોવાની કબુલાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા હૈદર શેખ અગાઉ અમદાવાદ, ભરૂચ, વડોદરા ગ્રામ્ય ખાતે ચાર ગુનામાં પકડાયો છે.

Most Popular

To Top