બેંક મેનેજરની ઓળખ આપી ભેજાબાજ દ્વારા વાઘોડિયા રોડ ની મહિલા સાથે ઠગાઈ
પ્રતિનિધિ વડોદરા તા.7
વાઘોડિયા રોડ પર રહેતી મહિલાને મેનેજરની ઓળખ આપી ઠગે બેંક સ્ટેટમેન્ટ આપવાના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઓટીપી લઈને મોબાઈલનો એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ મહિલાના ખાતામાંથી ઓનલાઈન ₹2.52 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. ખાતામાંથી રૂપિયા કપાયા હોવાનો મેસેજ આવતા મહિલાને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી મહિલાએ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા મહિલા (ઉ. વ.57) વિવિધ બેંક એકાઉન્ટમાં એકાઉન્ટ ધરાવે છે. મહિલા indusind બેંકમાં એકાઉન્ટ હોય તેમને કોઈ કામ માટે સ્ટેટમેન્ટ કઢાવવાનું હતું. મહિલાએ google પર સર્ચ કરીને બેંક નો ટોલ ફ્રી નંબર મેળવ્યો હતો. ત્યારબાદ તે નંબર પર ફોન કરતા સામે ફોન ઉપાડનાર વ્યક્તિએ બેંકના મેનેજર તરીકેની ઓળખ આપી હતી. જેથી મહિલાએ તેને બેન્ક સ્ટેટમેન્ટ કાઢી આપવા તથા ક્લોઝિંગ બેલેન્સ જણાવવા માટે કહ્યું હતું. આ વ્યક્તિએ ફોન મૂકી દીધો હતો પરંતુ બાદમાં સામેથી ઠગ મેનેજર એ મહિલાને સ્ટેટમેન્ટ તો મોકલી આપવામાં આવશે પરંતુ તમારે તમારા ડેબિટ કાર્ડ પાછળ આપેલો સીવીવી નંબર આપવો પડશે. જેમાં તમારુ એકાઉન્ટ બનાવી આપીશ તો તેમ જ સ્ટેટમેન્ટ મળી જશે.જેથી મહિલાએ પોતાના એટીએમ કાર્ડ પરથી સીવીવી નંબર તેને આપ્યો હતો.ત્યારબાદ ઠગ વ્યક્તિએ મહિલાને તેના મોબાઈલમાં બાદમાં પ્લેસ્ટોરમાં જઈને મને ZOHO ASSIST-CUSTOMER નામની એપ ડાઉનલોડ કરાવી હતી અને મહિલાના મોબાઈલનો એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ મહિલા પાસેથી ઓટીપી મેળવીને તેમના જ ખાતામાંથી અલગ અલગ ઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા રૂપિયા 2.92 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. મહિલાને રૂપિયા ખાતામાંથી કપાયા હોવાનો મેસેજ આવતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા: મહિલાના મોબાઈલનો એક્સેસ મેળવી લીધા બાદ ઠગે ખાતામાંથી ઓનલાઇન રુ 2.92 લાખ ટ્રાન્સફર કરી લીધા
By
Posted on