Vadodara

વડોદરા : મહાશિવરાત્રીને લઈ પોલીસનો એક્શન પ્લાન, 3500થી વધુ પોલીસે જવાનો તૈનાત

9 ડીસીપી, 16 એસીપી, 85 પીઆઈ, 175 પીએસઆઇ સહિત 3500 કર્મચારીઓ તથા અધિકારીઓ, કેન્દ્રીય ગૃહ મંત્રીની સુરક્ષા માટે સ્ટેટ રિઝર્વ ફોર્સ અને રેપિડ એક્શન ફોર્સ પણ ખડે પગે તૈનાત થશે

વડોદરા તારીખ 14
વડોદરા શહેરમાં મહાશિવરાત્રી દરમિયાન નીકળનારી શિવજી કી સવારી દરમિયાન કોઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ વિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવી લેવામાં આવ્યો છે. જેમાં 9 ડીસીપી, 16 એસીપી, 85 પીઆઈ, 175 પીએસઆઇ સહિત 3500 કર્મચારીઓ તથા અધિકારીઓ નો એક્શન પ્લાન તૈયાર કરાયો છે. ઉપરાંત 450 ટ્રાફિક પોલીસ અને બ્રિગેડ તેમજ 750 ગ્રાહક સુરક્ષા દળના જવાનો ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી આવતા હોય ત્યારે તેમની સુરક્ષા માટે સ્ટેટ રિઝર્વ ફોર્સ અને રેપિડ એક્શન ફોર્સ પણ ખડે પગે તૈનાત કરવામાં આવશે.

સંસ્કારીનગરી વડોદરામાં મહાશિવરાત્રીના તહેવાર ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવતો હોય છે. શિવરાત્રી દરમિયાન નીકળનારી શિવજી કી સવારીને લઈને પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ શિવભક્તોની સુરક્ષા માટે કરી લેવામાં આવી છે. યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસ તંત્ર દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ઉપરાંત યાત્રાના રૂટ પર તથા આસપાસના વિસ્તારોમાં તેમજ મકાનની અગાશી પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.ઉપરાંત રૂટ આવતા બંદોબસ્ત પોઇન્ટોનુ નિરીક્ષણ કરી અને આજુબાજુમાં અન્ય ધાર્મિક સ્થળો, શોપિંગ સેન્ટરો, થીયેટર તેમજ હાઇરાઇઝ બિલ્ડીંગોના બેઝમેન્ટ પાર્કિંગનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
મહાશિવરાત્રી દરમિયાન નીકળનારી શિવજી કી સવારી લઈને પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરતાજણાવ્યું હતું કે મહાશિવરાત્રીની તહેવારને લઇને પોલીસ એક્શનમાં આવી ગયું છે. ત્યારે આજે તહેવાર પૂર્વે શિવજી કી સવારના રુટ પર સતત ફુટ પેટ્રોલિંગ તથા રુટ નિરીક્ષણ કરાયું હતું. પીસીબી, એસઓજી અને ડીસીબી સહિતના વિવિધ ટીમો દ્વારા સંદેવનશીલ તથા અતિસંવેદનશીલ વિસ્તારોમાં ચકાસણી પણ કરાઇ છે. બીજી તરફ શિવજી કી સવારી સહિત અન્ય 23 જગ્યા પર પુજા આરતી સહિતના કાર્યક્રમો યોજાવાના છે ત્યારે પોલીસે આયોજક સાથે મીટિંગ કરી ચર્ચા પણ કરી છે. કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસ સતત એલર્ટ થઇને કામગીરી કરી રહી છે.
પોલીસ તંત્રે મહાશિવરાત્રી દરમિયાન યાત્રામાં ભેગી થનારી જનમેદની તથા કેન્દ્રીય ગૃહ મંત્રી વડોદરા ના મહેમાન બનવાના હોય ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન બનાવ્યો છે, જેમાં 9 ડીસીપી, 16 એસીપી, 85 પીઆઈ, 175 પીએસઆઇ સહિત 3500 કર્મચારીઓ તથા અધિકારીઓ નો એક્શન પ્લાન તૈયાર કરાયો છે. ઉપરાંત 450 ટ્રાફિક પોલીસ અને બ્રિગેડ તેમજ 750 ગ્રાહક સુરક્ષા દળના જવાનો ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી આવતા હોય ત્યારે તેમની સુરક્ષા માટે સ્ટેટ રિઝર્વ ફોર્સ અને રેપિડ એક્શન ફોર્સ પણ ખડે પગે તૈનાત કરવામાં આવશે. આજે પોલીસના એક્શન પ્લાન નું રિહર્સલ પણ યોજવામાં આવશે.
આવતીકાલે હાલમાં ચાલી રહેલી ટી ટ્વેન્ટી વર્લ્ડકપની ઇન્ડિયા અને પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચ હોવાના કારણે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ એકત્રિત થવાની છે ત્યારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કેટલાક સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત માટે પણ તેના કરી દેવાશે.
સોશિયલ મીડિયા પર પણ અસામાજિક તત્વો દ્વારા વડોદરા શહેરનું વાતાવરણ ન ડહોળાઈ તેના માટે સાયબર ક્રાઇમ પોલીસને સતત સોશિયલ મીડિયા પર નજર રાખવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે.

Most Popular

To Top