- દુકાનના સંચાલકને રૂ. 10,000 નો દંડ
- પાલિકા દ્વારા ગંદકી ફેલાવનાર સામે લાલ આંખ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે કડક રહે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ એક ચાઈનીઝ ની દુકાન ને સીલ કરાયા બાદ જેતલપુર બ્રિજ નીચે જાહેરમાં ગંદકી ફેલાવનાર એક બિરયાનીની દુકાનને પણ સીલ કરવામાં આવી હતી. અને સંચાલક પાસેથી રૂ. 10 હજાર દંડ વસૂલવામાં આવ્યો છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા પાછળ ધકેલાયા બાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા નો આગ્રહ રાખવામાં આવી રહ્યું છે અને જાહેરમાં ગંદકી ફેલાવનાર લોકો સામે કડક રહે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકા દ્વારા ચાઈનીઝની દુકાનને સીલ કરાઈ હતી. જે જેતલપુર બ્રિજ નીચે વધેલો ખોરાક નાખ્યા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તો જેતલપુર બ્રિજ નીચે જ નોનવેજની દુકાનનો સંચાલક ત્યાં નજીક જ ગંદકી ફેલાવી રહ્યો હોવાનું ધ્યાન પર આવતાં પાલિકાએ બિરિયાનીની દુકાન સીલ કરી હતી. અને દુકાનના સંચાલકને રૂ. 10,000 નો દંડ ફટકાર્યો હતો.જેતલપુર બ્રિજ નીચે આવેલી ચિકમ દમ બિરીયાની શોપના સંસાચલો દ્વારા કચરાનો અયોગ્ય નિકાલ કરાતા શોપ સીલ મારી દેવામાં આવી છે.પાલિકાના ડે. કમિ. સુરેશ તુવેર જણાવે છે કે, આજે વોર્ડ – 8 ના જેતલપુર બ્રિજ નીચે બિરીયાની શોપ આવેલી છે. તેઓ જાહેરમાં કચરો નાંખતા પકડાઇ ગયા છે. તેમની સામે કડક કાર્યવાહીના ભાગરૂપે શોપને સીલ મારી દેવામાં આવ્યું છે. આ સાથે જ બિરીયાની શોપ સંચાલકને રૂ. 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. જેની ભરપાઇ બાદ શોપનું સીલ ખોલવામાં આવશે. જે હોટલ-રેસ્ટોરેન્ટના માલિક અથવાતો કર્મચારી જાહેરમાં કચરાનો નિકાલ કરી જાહેર હિતને નુકશાન થાય તે રીતે ગંદકી કરવામાં આવશે. તો તેમની સામે કડક કાર્યવાહી કરી જગ્યાને સીલ પણ કરી દેવામાં આવશે. તમામ નાગરીકોને વિનંતી છે કે, કચરાને કચરાપેટીમાં નાંખો અથવા ડોર-ટુ-ડોરની ગાડીમાં નાંખો. તે સંબંધિત કોઇ સમસ્યા હોય તો વોર્ડની કચેરીમાં જાણ કરો. કચરો ગમે ત્યાં નાંખશો નહિ.