કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલીઓ
વડોદરા
વિકાસના કામો હેઠળ હાથ ધરવામાં આવતા ગટર, રસ્તા, પાણી સહિતના કામોમાં વિલંબ થતો હોવાના કારણોસર કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલીના હુકમ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યા છે. કમિશ્નર દિલીપ રાણાએ હવાલાના સીટી એન્જીનિયર અલ્પેશ મજમુદાર પાસેથી પાણી પુરવઠાના એચઓડીનો ચાર્જ લઇ ધાર્મિક દવેને જવાબદારી સોંપાવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત પ્રશાંત જોશીને રોડ પ્રોજેક્ટમાંથી ઉત્તર ઝોનના કાર્યપાલક ઇજનેરની જવાબદારી તો દર્શિન મહેતાને પશ્ચિમ ઝોનના કાર્યપાલક ઇજનેરની જવાબદારી સોંપી છે. ભાર્ગવ પંડિત અને હેતલ રૂપાપરાને રોડ પ્રોજેક્ટની જવાબદારી સોપવામાં આવી છે. જે મહિલા એન્જિનિયર છે તે ૧૧ મહિનાના કરાર આધારિત કર્મચારી છે. તેમને કાર્યપાલક ઇજનેરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવતા અન્ય કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે ઉચ્ચક પગારના કર્મચારીઓને કોઈ ચાર્જ આપવામાં આવતો નથી. સામાન્ય રીતે ડેપ્યુટી એન્જીનીયરોને આવો કોઈ ચાર્જ મળતો હોતો નથી.