20 થી 25 લારીઓ અને 35 થી વધુ કાચા પાકા શેડ નું દબાણ દૂર કરી રોડ ખુલ્લો કરવામાં આવ્યો
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા હાલમાં શહેરના વિવિધ વિસ્તારમાં દબાણો દૂર કરવા સક્રિય છે .તમામ પ્રયાસો વડોદરા શહેર ને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરવા માટે અને ટ્રાફિકની વ્યવસ્થાને સુધારવા માટે કામ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળીને ટ્રાફિકમાં નડતરરૂપ દબાણ દૂર કરવાનું કામ કરી રહી છે. બુધવારે દબાણ શાખાની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીની બાજુમાં આવેલી ગલીમાં દબાણ દૂર કરવા ની કામગીરી હાથ ધરી હતી.
વોર્ડ નંબર એકમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ની બાજુની ગલીમાંથી ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. 20 થી 25 લારીઓ સાથે સાથે 35થી વધારે કાચા સેડ દૂર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પાલિકાની દબાણ શાખાની ટીમ જે પણ વિસ્તારમાં જાય ત્યાંની સ્થાનિક પોલીસને સાથે રાખી ઓપરેશન પાર પાડતી હોય છે. પરંતુ બુધવારે સવારથી જ પંડ્યા બ્રિજ પાસે પાણીપુરીની લાગ્યો ધમધમતી હતી ત્યાં દબાણ શાખાની ટીમ દ્વારા 35 જેટલા કાચા પાકા શેડ તોડી પાડવામાં આવ્યા હતા. પરંતુ દબાણ શાખા ની ટીમલી સાથે સ્થાનિક પોલીસ ન દેખાતા અનેક સવાલો ઊભા થયા હતા. જો દબાણ શાખાની ટીમ ઉપર લારી ગલ્લાવાળા અથવા ગેરકાયદેસર બનાવેલા કાચા પાકા શેડના લોકો પથ્થરબાજી કરે અને પાલિકાના અધિકારીઓ કે પાલિકાની તમામ શાખાની ટીમ ને નુકસાન પહોંચે તો તેનું જવાબદાર કોણ એવા સવાલો ઊભા થયા હતા.
પાલિકા દબાણ શાખાની ટીમના અધિકારીઓ જણાવ્યું હતું ટ્રાફિક પોલીસ બન્ને તરફ રોડ પર ઊભી હતી અને સ્થાનિક પોલીસની જરૂર ન હોય અને સ્થાનિક પોલીસને બોલાવી નથી. અમને કાચા પાકા શેડ ધારકો તથા લારી ગલ્લાવાળાએ ખૂબ સહકાર આપ્યો છે જેનાથી કામગીરી સરળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
