Vadodara

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શેરડીનો કચરો ફેંકનાર સામે રૂ. 10,000 નો દંડ ફટકારાયો

આજવા રોડ પર જાહેર માર્ગ પર કચરો ફેંકતા “શ્રી ગણેશ આઈસ ડીસ અને રસ” દુકાનના સંચાલક સામે પાલિકાએ કડક કાર્યવાહી કરી, શહેરમાં સ્વચ્છતા જાળવવા દંડનાત્મક પગલાં શરૂ કર્યા.

વડોદરા મહાનગર પાલિકા શહેરના રસ્તાઓ પર સફાઈ જાળવવા માટે સતત સક્રિય છે. શહેરમાં સ્વચ્છતા અને જાહેર સ્થળોની સુંદરતા જાળવવા માટે પાલિકા દ્વારા અનેક વખત વેપારીઓ અને સામાન્ય લોકોને સૂચનાઓ આપવામાં આવી છે કે તેઓ કચરો જાહેર જગ્યાઓ પર ન ફેંકે. તેમ છતાં, કેટલાક લોકો અને વેપારીઓ આ નિયમોને અવગણતા રહે છે, જેના કારણે શહેરના રસ્તાઓ પર કચરો ફેલાતો રહે છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગર પાલિકાએ દંડનાત્મક પગલાં શરૂ કર્યા છે. તાજેતરમાં આજવા રોડ પર આવેલી “શ્રી ગણેશ આઈસ ડીસ અને રસ” દુકાનના સંચાલકે જાહેર માર્ગ પર શેરડીનો કચરો ફેંકતા પાલિકાની ટીમે કડક કાર્યવાહી કરી છે. કચરો ફેંકવાના આ ગુનામાં સંચાલકને રૂ. 10,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

પાલિકા દ્વારા આ પ્રકારની કાર્યવાહી દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કડક સંદેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ કે વેપારી જાહેર જગ્યાઓ પર કચરો ફેંકવાનું બંધ કરે નહીં તો તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા મહાનગર પાલિકા આ પ્રકારની બેદરકારી સામે સખત રવૈયો અપનાવી રહી છે અને શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે તમામ નાગરિકોની સહકારની અપેક્ષા રાખે છે.

આ દંડનાત્મક પગલાં શહેરના રસ્તાઓ પર સફાઈ જાળવવા માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહ્યા છે

Most Popular

To Top