Vadodara

વડોદરા મહાનગર પાલિકા અને હાઇવે ઓથોરિટીએ કાંસ પરના દબાણો દૂર કર્યા

વડોદરા મહાનગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટીના સયુંકત ટીમ બનાવી હાઇવેને સમાંતર શહેર ની બહારની બાજુ પર આવેલી કાંસ થયેલા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી જણાવે છે કે આજરોજ વડોદરા મહાનગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટીના સયુંકત ટીમ બનાવી હાઇવેને સમાંતર શહેર ની બહારની બાજુ પર આવેલી કાંસ થયેલા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં આજરોજ હરણી દરજીપૂરા ખાતેથી આજવા બ્રિજ તરફ એપ્રોચ રોડ પરના દબાણ હટાવવાની કામગીરી વડોદરા મહાનગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા સંયુક્ત મશીનરી અને મેન પાવર સાથે દબાણો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી જેમાં પાંજરાપોળ ની સામેના ખુલ્લા પ્લોટનો એપ્રોચ દબાણો હટાવ્યા બાદ વી.અર. વિવાન્ટા ની સામે એપીએમસી માર્કેટ પહેલાના દબાણો તથા આજવા ચોકડી ખાતે બ્રિજની શરૂઆતના ભાગે એપ્રોચ રોડ પરના બે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી વધુમાં જણાવે છે કે આગામી સમયમાં પણ નેશનલ હાઇવે ઓથોરિટી અને વડોદરા મહાનગરપાલિકાની સયુંકત ટીમ દ્વારા હાઈવેની સમાંતર એપ્રોચ રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે.

Most Popular

To Top