વડોદરા મહાનગરપાલિકાની કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને આજે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, એચઓડી અને એન્જિનિયરો સાથે આજે કોન્ફરન્સ હોલ ખાતે સ્વર્ણિમ ના કામો માટે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના વિવિધ મુદ્દા વિશે ચર્ચા કરવામાં આવી હતી સ્વર્ણિમના કામોના કયાં ટેન્ડર આવ્યા છે ક્યાં ટેન્ડર પાસ કરવામાં આવે છે કે ક્યાં ટેન્ડર નથી ભરાતા ક્યાંક વિલંબ પડે છે તે માટેની ચર્ચા સ્વર્ણિમ 2023-24ના 60% કામો પત્યા છે ક્યાં કામો સેના માટે અટક્યા છે, તેની વિસ્તૃત માહિતી મેળવી અધિકારીઓ તેમજ એન્જિનિયર ને સૂચિત કરવામાં આવ્યા અને આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ ને ધ્યાનમાં રાખીને પેચ વર્ક ના કામો તેમજ રોડના કામોને લઈ વિવિધ પ્રકારના વિષય પર ચર્ચાઓ કરવામાં આવી હતી.
વડોદરા મહાનગર પાલિકામાં સ્વર્ણિમ ના કામો માટે યોજાઇ રિવ્યુ બેઠક
By
Posted on