મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા ની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
વડોદરા મહાનગર પાલિકાની રિવ્યૂ બેઠક મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા ની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં પાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા અને શહેરના વિવિધ વિકાસ કામો અને પ્રગતિ પર સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં ખાસ કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. મ્યુનિસિપલ કમિશ્નરે પ્રોજેક્ટને ઝડપી અને સારી રીતે પૂર્ણ કરવા માટે અધિકારીઓને સુચનાઓ આપી. આ સાથે અન્ય મહત્ત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સની અડચણો અને તેને દૂર કરવા અંગે પણ વિચારણા થઈ. બેઠક દરમિયાન શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સફાઈ, પાણી પુરવઠા, માર્ગ સુવિધાઓ અને અન્ય મહત્વના પ્રોજેક્ટ્સ પર પણ ચર્ચા કરવામાં આવી. અધિકારીઓએ કામકાજની પ્રગતિ અંગે અહેવાલ રજૂ કર્યો અને મ્યુનિસિપલ કમિશ્નરે પ્રોજેક્ટ્સ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. દિલીપ રાણાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે શહેરના વિકાસકામો ઝડપથી અને ગુણવત્તાપૂર્ણ રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું.
