વડોદરા નગરીને પાણીની અછતમાંથી રાહત આપવા પાલિકા દ્વારા ગાયકવાડી આજવા સરોવરથી નવી પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. નગરજનોની પાણી માટે ની સમસ્યા દૂર કરવા હેતુથી આજવા સરોવરથી મોટી અને મજબૂત પાઇપો નાખી શહેર ને પાણી પુરતા પ્રમાણ માં મળી શકે અને પાણી ની અછત ના સર્જાય માટે નું કામ પાલિકા એ હાથ ધર્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા આજવા સરોવર થી વડોદરા નગરીને વર્ષો થી પાણી પૂરું પાડવામાં આવે છે. નવી પાઇપલાઇન નાખવાનું કામ પુર જોશમાં ચાલે છે, પરંતુ જ્યાં નવી પાઇપો નાખવા માં આવે છે ત્યાંથી નીકળતી જૂની પાઇપોનો કોઈ હિસાબ નથી . સૂત્રોના જણાવ્યા મુજબ જે જૂની પાઇપો છે એ બારોબાર ભંગાર માં જતી રહે છે. જેથી કોર્પોરેશન ને ખુબ મોટા પ્રમાણ માં નુકશાન થાય એમ છે. છતાં પાલિકા આખ આડા કાન કરી રહ્યા છે. કોર્પોરેશનને લાખોનો ચૂનો કોણ લગાવે છે એ જાણવું જરૂરી છે. જ્યાં જ્યાં આ કામ ચાલી રહ્યું છે ત્યાં કોઈ સિક્યોરિટી પાલિકાના અધિકારી કે સીસીટીવી નથી જોવા મળી રહ્યા . પાલિકા નો અંધેર વહીવટ કોને લાભ પહોંચાડી રહ્યો છે એ ખબર નથી પડી રહી.
જૂની પંદર ફૂટ લાંબી અને દોઢ ફૂટ પહોળી મજબૂત પાઇપો કાઢી હાલ પંદર થી વીસ ફૂટ લાંબી અને ત્રણ ફૂટ પહોળી પાઇપો નાખવાનું કામ ચાલી રહ્યું છે. આજવા નિમેટા lથી શહેર આશરે પંદર થી સત્તર કિલો મીટર પર જૂની પાણી ની લાઈન ખોદી ને નવી પાઇપલાઇનો નાખવાનું કામ ચાલે છે પરંતુ જૂની લોખંડ ની આ પાઇપો ક્યાં જાય છે એ જણાતું નથી. સૂત્રો એ જણાવેલ કે આ જૂની પાઇપો બહાર કાઢી ઢગલા કરાયા છે પરંતુ અહી કોઈ પણ જાત ની દેખરેખ રાખવા માટે પાલિકા દ્વારા સિક્યુરિટી મૂકવામાં આવી નથી. આ જૂની પાઇપોનાં ઢગલાંમાં થી રાતોરાત કેટલીય પાઇપો ગાયબ થઈ જાય છે.આ પાઇપો કોઈ ખાસ ગણાતા પાલિકાના મોટા અધિકારી ના કહેવાતા ઇશારે બારોબાર સ્ક્રેપ(ભંગાર)માં આપી દઈ મોટું કૌભાંડ કરવા માં આવી રહ્યું છે. વડોદરાનાં વિકાસ ના કામો માં વિકાસ નીનાથે ગદ્દારી કરવામાં આવી રહી છે. જો કોઈ ઈમાનદાર અધિકારી કે નગર સેવક આ પાઇપો નો હિસાબ માંગે અને સત્યતા બહાર લાવે તોજ આ કૌભાંડ ની સાચી વિગતો બહાર આવે અને સંડોવાયેલ અધિકારી ને સજા થાય .
વડોદરા મહાનગર પાલિકાની જૂની પાઇપનો ક્યાં વહીવટ થઈ ગયો?
By
Posted on