ટ્રાફિક સિગ્નલ નિભાવણી, નવા વાહનોની ખરીદી અને શહેરના સૌંદર્યીકરણના કામો પર મંજૂરીની મહોર

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓ અને જનસુવિધામાં વધારો કરતા કુલ 18 જેટલા મહત્વના કામો રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ દરખાસ્તોને સમિતિ દ્વારા વ્યાપક ચર્ચા બાદ મંજૂરી આપવામાં આવી છે.
સ્થાયી સમિતિની બેઠક બાદ વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનડો ,શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકના નિયમન માટે ટ્રાફિક શાખા દ્વારા રજૂ કરાયેલી દરખાસ્તોને મંજૂરી મળી છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચારેય ઝોનમાં ટ્રાફિક સિગ્નલ ફિક્સર લાઠી લગાડવા માટે અગાઉ મંજૂર થયેલા વાર્ષિક ઈજારાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ કામગીરી માટે Rs. 50 Lakh ની મર્યાદા હતી, જેમાં હવે Rs. 25 Lakh ના વધારા સાથે કુલ Rs. 75 Lakh કરવામાં આવી છે. આ કામગીરી માટે મે. શાંતિલાલ બી. પટેલના ઈજારાને 3 માસની સમય મર્યાદા વધારી આપવાની પણ મંજૂરી અપાઈ છે.
દબાણ શાખાની કામગીરી માટે GeM પોર્ટલ મારફતે 20 નંગ ‘Bolero Camper 4WD’ વાહનોની ખરીદી કરવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. આ વાહનો માટે અંદાજે Rs. 1,80,01,340/- નો ખર્ચ કરવામાં આવશે. આ ખરીદી સીધી એજન્સી પાસેથી ટેન્ડર પ્રક્રિયામાંથી મુક્તિ આપીને કરવામાં આવશે.
પાણી પુરવઠા શાખા હેઠળ વિવિધ પંપ અને મોટરના રિપેરિંગ તેમજ નિભાવણી માટે Rs. 1,06,30,000/- ના અંદાજિત ખર્ચના ઈજારા મંજૂર કરાયા છે. આ ઉપરાંત, વાલ્વ ચેમ્બરોની સફાઈ માટે કુશળ શ્રમિકો માટે Rs. 710/- અને અકુશળ શ્રમિકો માટે Rs. 680/- ના ભાવના ઈજારાને બહાલી આપવામાં આવી છે.
બેઠકમાં પૂર્વ મેયર સ્વ. મહારાજ પ્રતાપસિંહ ગાયકવાડ અને સ્વ. રાજેન્દ્રસિંહ રાઠોડના પરિવારજનોને આર્થિક સહાય પેટે અંદાજે Rs. 4,00,000/- અને Rs. 1,56,324/- ની રકમના ચૂકવણાને મંજૂરી આપવામાં આવી છે.

– શહેરનું સૌંદર્યીકરણ અને અન્ય પ્રોજેક્ટ્સ:
*ગાર્ડન શાખા: શહેરના પૂર્વ ઝોનમાં આવેલા તળાવોના સૌંદર્યીકરણ અને ફાઉન્ટેન માટે Rs. 1.3 Crore ની મર્યાદામાં કામગીરી સોંપવામાં આવી છે. તેમજ પશ્ચિમ ઝોનમાં વૃક્ષારોપણ માટે Rs. 1 Crore ના ખર્ચને મંજૂરી અપાઈ છે.
*ડ્રેનેજ પ્રોજેક્ટ: વોર્ડ નં-11 માં અકોટા-દાંડિયાબજાર રોડ પર જૂની હયાત ડ્રેનેજ લાઇનના રિપેરિંગ માટે Rs. 26,38,561/- + GST ના ખર્ચને મંજૂરી અપાઈ છે.
*સેન્ટ્રલ સ્ટોર: વિવિધ વોર્ડ ઓફિસ માટે જરૂરી ફર્નિચરની ખરીદી માટે Rs. 30 Lakh ની મર્યાદામાં વાર્ષિક ઈજારો મંજૂર કરાયો છે.