વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વોટર હાર્વેસ્ટિગ સિસ્ટમ હેઠળ 500 ડિપ રિચાર્જ વેલ તૈયાર કરવામાં આવશે, જે માટે પ્રથમ 25 જેટલા પરકોટિગ વેલ બનાવવાની કામગીરી નું સયાજીબાગના ગેટ નં.-3થી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ભારત સરકારના જળ શક્તિ વિભાગ દ્વારા જળ સંચય અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ 20 કરોડના ખર્ચે વોટર હાર્વેસ્ટિગ સિસ્ટમ હેઠળ ડિપ રિચાર્જ વેલ તૈયાર કરવામાં આવનાર છે. જેના કારણે વરસાદી પાણી ભૂગર્ભમાં સંચય કરી શકાશે. શહેરમાં અલગ અલગ ડિઝાઇનના ડીપ રિચાર્જ વેલ બનાવવાથી વોટર લોગીંગ ની સમસ્યા નિવારી શકાશે . જેના માટે 234જેટલા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે તથા અન્ય મળીને કુલ 500 સ્થળોએ આ કામગીરી હાથ ધરવામાં આવશે. આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયર પિન્કીબેન સોનીના હસ્તે સયાજીબાગના ગેટ નં-3પાસે 25 જેટલા પરકોટિગ વેલ માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 10 કરોડના ખર્ચે આશરે 300 થી 400લિટર પ્રતિ મિનિટના ડીપ રિચાર્જ વેલ માં પાણી સંગ્રહ કરી શકાશે. હાલમાં 25 સ્થળોએ મશીનથી કામગીરી કરવામાં આવશે.આ ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ,મેયર પિન્કીબેન સોની, સ્થાયી સમિતિના ચેરમેન ડો શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર, દંડક સહિતના મ્યુનિસિપલ કાઉન્સિલરો, પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.