વર્ષોથી વેરો નહિ ભરનાર સામે કડકાઇથી કાર્યવાહી કરાશે
વેરો બાકી હશે તો નોટિસ આપી સિલીંગ કરાશે
વડોદરા મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ સાથે બેઠક યોજી, માર્ચ મહિનાના અંત સુધીમાં 95 ટકાથી વધુ વેરો વસૂલવાની સૂચના આપી
વેરો બાકી હશે તો નોટિસ આપી સિલીંગ કરાશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર , આસિસ્ટન્ટ કમિશનર તેમજ વોર્ડ ઓફિસરો સાથે બેઠક કરી હતી. જેમાં ચાલુ વર્ષે વેરા બિલ આપવાનું કામ પૂર્ણ થઈ ગયેલ હોય વેરો નહિ ભરનાર ની મિલકત સિલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. માર્ચના અંત સુધીમાં વધુ વેરા વસૂલાતની સૂચના આપવામાં આવી હતી.
વડોદરા મ્યુનિસિપલ કમિશનરે મિલકત વેરો, વ્યવસાય વેરો અને વાહન વેરાની વસૂલાત અંગે રિવ્યુ કર્યો હતો. જેમાં શહેરના તમામ ઝોન અને વોર્ડ માં અત્યાર સુધીમાં અમુક વેરાની વસૂલાત થઈ છે, તેવી જાણકારી મેળવી હતી. જેથી બેઠક દરમિયાન વેરો વધુ વસૂલાત થાય તેવા પ્રયત્નો કરવા સૂચના આપવામાં આવ્યા છે.
કોર્પોરેશને નક્કી કરેલા લક્ષ્યાંક કરતા વધુ વેરાની વસૂલાત કરવામાં આવે. જેથી હાલની વર્તમાન અને જૂની બાકી વસુલાતની રકમ પણ વસૂલાત કરી શકાય અને કોમર્શિયલ મિલકતોને સીલ મારવામાં આવે અને જરૂર પડે તો પાણી ડ્રેનેજના પણ કનેક્શન કાપવામાં આવે તેવી સૂચના અધિકારીઓને આપવામાં આવી છે. ચાલુ વર્ષ નો વેરો બાકી હશે તે ગ્રાહક પર નરમાઇ રાખવામાં આવશે પરંતુ વર્ષોથી વેરો નહિ ભરનાર પર કડકાઈ થી પગલાં લેવામાં આવશે.
