વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખાની ટીમ ખિસકોલી સર્કલ ખાતે પહોંચી હતી. જ્યાં દબાણના કારણે ટ્રાફિકજામ સર્જાતો હોય સ્થાનિકોએ અનેકવાર ઓનલાઇન ફરિયાદો કરી હતી. જેને પગલે આજે દબાણ શાખાની ટીમ દ્વારા બિલ્ડીંગ ઇન્સ્પેક્ટર ગૌરવ પટેલની હાજરીમાં ખિસકોલી સર્કલ પાસેના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શેડ અને પેસેજ તોડવાની કામગીરી હાથ ધરી હતી.
બિલ્ડીંગ ઇન્સ્પેક્ટર ગૌરવ પટેલે જણાવ્યું હતું આ 30 મીટરના રોડ પર રોડ ની અંદર સેડ કરેલી હોય દુકાનો કરી હોય તે દબાણ દૂર કરવાની કામગીરી આજે વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા દ્વારા કરવામાં આવી રહી છે આ વિસ્તારમાં રોડમાં બાંધકામ કરેલા ની અનેક વખત ઓનલાઈન ફરિયાદોના કારણે આજરોજ આ ભાગને અને ખુલ્લો કરી રહ્યા છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખિસકોલી સર્કલ પાસેના દબાણો તોડાયા
By
Posted on