Vadodara

વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા સાથે પોલીસ બંદોબસ્ત રાખી સંવેદનશીલ વિસ્તારમાંથી દબાણો દૂર કરાયા


વહેલી સવારે દબાણ શાખાની ટીમ દ્વારા મંગળ બજારમાંથી દબાણો દૂર કરાયા



વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે રાખી જૂની ન્યાય મંદિર લેરીપુરા મંગલ બજાર આસપાસના દબાણ દૂર કરવા વહેલી સવારથી જ કામે લાગી હતી. ત્યારે સંવેદનશીલ વિસ્તાર દૂધવાળા મોહલ્લો, સાયકલ બજાર જેવા વિસ્તારમાં પણ દબાણ શાખા દ્વારા રોડ પર લારીગલ્લા દ્વારા કરાયેલા દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. રામજી મંદિર બાજુમાં આવેલી ગલી માં પણ પોલીસ અને દબાણ શાખાની ટીમ પહોંચી વર્ષોથી પડી રહેલા લારી તથા રોડ પર વર્ષોથી દબાણ કરી ધંધો કરનાર લોકોને પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.


વડોદરા શહેર ઝોન થ્રીના કમિશનર લીના પાટીલ પોલીસ સ્ટાફ પાલિકાની દબાણ શાખા ની ટીમ સાથે મેદાનમાં ઉતર્યા હતા. અસામાજિક તત્વો દ્વારા દબાણ કરી બેફામ બની મધરાત્રી સુધી લારી ગલ્લા ઉભા કરી દબાણો કરતા હોય છે. ત્યારે આજે તમામ લાલ કોર્ટની સામેની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં પાણીગેટ પોલીસ સ્ટેશન નો સ્ટાફ સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રાખી દબાણો દૂર કરાયા હતા. ત્યારે સ્થાનિક રહીશ ના ટોળે ટોળા જોવા મળ્યા હતા. વર્ષોથી ચા ની લારીઓ ચલાવતા નાસ્તાની લારીઓ ચલાવતા પાનના ગલ્લા ચલાવતા લોકોએ l દબાણ કર્યા હતા જે દૂર કરાયા હતા.

Most Popular

To Top