વડોદરા મહાનગર પાલિકા ખાતે સ્થાઇ સમિતિની બેઠક યોજાઈ હતી ,જેમાં વોર્ડ નંબર 19ના દક્ષિણ વિસ્તારમાં ઘણા સમયથી પાણીની સમસ્યાના નિરાકરણ માટેની કામગીરી વોટર વર્કસ સમિતિમાં મંજુર કરવામાં આવી.કેટલા વિસ્તારમાં પાણીના નમૂના લેવામાં આવ્યા અને કેટલા નમૂના ફેઇલ કે પાસ થયા તેની આંકડાકીય માહિતી હજી મારી પાસે નથી-મહાવીરસિંહ રાજપૂરોહિત-અધ્યક્ષ, વોટર વર્કસ સમિતિ..
વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે સ્થાઇ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં વોટર વર્કસ સમિતિની બેઠક મળી હતી જેમાં વડોદરા શહેર વોર્ડ નંબર 19 માં આવેલ દક્ષિણ વિસ્તારમાં મકરપુરા હવેલી થી રેસીડેન્સી થી રત્નમ લીફ સોસાયટી સુધી ત્રણસો મી.મી.ડાયામીટરની અઢીસો મીટર લંબાઇની પાણીની લાઇન નાંખવાની કામગીરી મંજુર કરવામાં આવી છે જેનાથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા નિવારી શકાશે. સાથે જ ઇલેક્શન વોર્ડ નં. 16 માં પણ પાણીની કામગીરીને મંજુરી અપાઇ ચૂકી છે જેના કારણે વોર્ડ નં. 16 વિસ્તારના લોકોને પણ તેનો લાભ ચોક્કસપણે મળશે. હાલ ચોમાસા દરમિયાન દૂષિત પાણીના કારણે રોગચાળાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ,લોકોમાં ભય રહે છે ત્યારે અનેક વિસ્તારોમાં પીવાનું પાણી દુષિત આવતું હોવાથી લોકમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.આ પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતા અંગે વોટર વર્કસ સમિતિના અધ્યક્ષ મહાવીરસિંહ રાજપૂતે પાલિકાના બચાવમાં જણાવ્યું હતું કે, પાલિકા તંત્ર દ્વારા પાણી યોગ્ય ટ્રીટમેન્ટ બાદ જ પૂરું પાડવામાં આવે છે. કારણ કે શુધ્ધ પાણી લોકોને આપવું તે પાલિકાની પ્રાથમિકતા છે અને નૈતિક જવાબદારી પણ છે. પાલિકા તંત્ર દ્વારા કેટલાક વિસ્તારોમાં લીધેલા પાણીના નમૂના નિષ્ફળ ગયા છે તેમ પત્રકારો દ્વારા પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે હાલ કેટલા પાણીના નમૂના લેવાયા છે અને કેટલા ફેઇલ છે કે પાસ છે તેની આંકડાકીય માહિતી નથી.
ત્યારે આજે પાલિકાની વડી કચેરી ખાતે વોટર વર્કસ સામિતિની બેઠક મળી હતી જેમાં મકરપુરા વિસ્તારમાં આવેલ દક્ષિણ વિસ્તારમાં મકરપુરા હવેલી રેસીડેન્સીથી રત્નમ લીફ સોસાયટી સુધી પાણીની લાઈન નાખવાનું મંજુર કરવામાં આવ્યું હતું.