Vadodara

વડોદરા મહાનગરપાલિકામાં પટાવાળાઓની સેવા માટે આઉટસોર્સિંગ ઈજારાની સમયમર્યાદા વધારાઈ


વિભાગીય કામગીરીની અસરકારકતા જાળવવા માટે ૩ મહિના સુધી ઈજારો લંબાવવાનો નિર્ણય

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિભાગોની કામગીરી સુચારૂ રીતે જળવાઈ રહે તે માટે, પટાવાળાની સેવા આઉટસોર્સિંગ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આ સંદર્ભે, હાલના ઇજારદાર મેસર્સ અલ્ટ્રામોર્ડન એજન્સી સાથેનો કરાર, જે તા. ૧૫-૦૧-૨૦૨૫ ના રોજ પૂર્ણ થયો હતો અને ત્યારબાદ સ્થાયી સમિતિના ઠરાવ હેઠળ તાત્કાલિક ૩ મહિના માટે લંબાવવામાં આવ્યો હતો, હવે પુનઃ વધુ ૩ મહિના માટે અથવા નવા ઈજારો મંજૂર ન થાય ત્યાં સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. ચાલુ ઇજારો માટેની ટેન્ડર પ્રક્રિયા (n)Procure પોર્ટલ મારફતે થવાની છે, જેને પૂર્ણ કરવાની વહીવટી પ્રક્રિયામાં થોડી મોડી પડે તેવી શક્યતા છે. જેથી મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં રોજબરોજની કામગીરીમાં વિક્ષેપ ન આવે તે હેતુથી હાલના શરતો અને દરો મુજબ કાર્ય કરાવવું જરૂરી બની આવ્યું છે.

મેસર્સ અલ્ટ્રામોર્ડન એજન્સી દ્વારા તા.૦૭-૦૪-૨૦૨૫ના પત્રથી મુદત વધારવા સંમતિ પણ આપવામાં આવી છે. જેથી, વડોદરા મહાનગરપાલિકાની વિવિધ વિભાગોની જરૂરિયાત અનુસાર, ૧૦૦ જેટલા પટ્ટાવાળાઓની સેવા કોન્ટ્રાકટના ધોરણે સતત ઉપલબ્ધ રહેશે. સ્થાયી સમિતિના ઠરાવ ક્રમાંક ૫૭૭/તા.૦૨-૧૨-૨૦૨૩ તથા ૪૮૧/તા.૧૭-૦૧-૨૦૨૫ના આધારે, અગાઉથી મંજૂર થયેલ શરતો અને દરો મુજબ આ કાર્ય આગળ વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Most Popular

To Top