સીએમ સેતુ યોજના અને 15મા નાણાં પંચ હેઠળ તજજ્ઞોની તક
વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના અર્બન સીએચસી ખાતે વિવિધ તજજ્ઞોની ભરતી કરવા જઈ રહી છે. આ ભરતી સીએમસી સેતુ યોજના અને 15મા નાણાં પંચ હેઠળ કરવામાં આવશે.
આ યોજના હેઠળ નીચે મુજબની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે:
એનેસ્થેટિક (Anesthetist) – 3
ફિજીશિયન (Physician) – 3
સર્જન (Surgeon) – 1
રેડિયોલોજિસ્ટ (Radiologist) – 3
15મા નાણાં પંચ હેઠળ ભરતી
ઓર્થોપેડીક (Orthopedic) – 1
ડર્મેટોલોજિસ્ટ (Dermatologist) – 2
ઇચ્છુક અને લાયક ઉમેદવારો માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2025 છે. અરજી પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી વડોદરા મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ અથવા આરોગ્ય વિભાગની જાહેરાતમાં જોઈ શકાય છે.
