પ્રધાનમંત્રીનો રોડ શો થવાનો હોય એ જ જગ્યાએ સફાઈ કરવામાં આવી છે, બાકીના શહેરમાં અંધેર
વડોદરામાં 28 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સ્પેનના પીએમ પણ વડોદરાની મુલાકાત લેવાના છે. બંને દેશના પ્રધાનમંત્રીના આગમનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારતના તિરંગા અને સ્પેના રાષ્ટ્ર ધ્વજથી વડોદરાના અનેક માર્ગોને શણગારવામાં આવ્યા છે. હેરિટેજ ઈમારતો અને લાઈટ્સના માધ્યમથી બંને દેશોની મિત્રતા દર્શાવાઈ છે. રાજમાર્ગો પર રંગબેરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે.
ત્યારે વડોદરાના આજવારોડ પર નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન ના વેલકમ બેનરો અને હોરડિંગ લગાવવામાં આવ્યા છે સુલભ શૌચાલયને પણ જાણે સુંદર ટેન્ટ જેવું રંગબેરંગી કરવામાં આવ્યું છે ત્યારે શૌચાલયના મુખ્ય રોડ પર લગાવેલા બેનર પાસે જ કચરાનો ભયંકર મોટો ઢગલો જોવા મળે છે. આખું વડોદરા શહેર જ્યારે દિવાળી પહેલા દિવાળીનો ઉત્સવ મનાવતી હોય સફાઈ અભિયાન અને વિકસિત ભારતનો વિકસિત સપ્તાહ વડોદરા ઉજવતું હોય ત્યારે ઠેર ઠેર સફાઈ અને સુંદરતાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ તંત્ર જાણે માત્ર દેખાડો કરતું હોય તેમ જ્યાં પ્રધાનમંત્રી નો રોડ શો થવાનો હોય તેટલા જ વિસ્તારમાં સફાઈ અને સુંદરતા દેખાડી રહ્યું હોય એમ લાગે છે. વડોદરાના આજવા રોડ પર વડાપ્રધાનના હોર્ડિંગ નીચે જ કચરાના બહુ મોટો ઢગલો તંત્ર દ્વારા ઠાલવી દેવામાં આવ્યો છે.