**
*વડોદરાના મેયર તથા પાલિકાના સભાસદો એ યુ.પી.ના હાથરસની ઘટનાના મૃતકોના માનમાં બે મિનીટના મૌન સાથે શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને સામાન્ય સભા આગામી 20 જુલાઇ સુધી મુલતવી રખાઇ*
(પ્રતિનિધિ) વડોદરા તા. 03
બુધવારે સાંજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા સર સયાજી નગર ગૃહ ખાતે મેયરના અધ્યક્ષસ્થાને મળી હતી. જ્યાં સભાની શરુઆતમાં મેયર તથા પાલિકાના સભાસદો દ્વારા તા. 02 જુલાઇ,2024 ના રોજ ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે ભોલેબાબાના સત્સંગ દરમિયાન થયેલી અંધાધૂંધી દરમિયાન મહિલાઓ, બાળકો સહિત 121 જેટલાં લોકોના મોત નિપજ્યાં હતા તે તમામ મૃતકોના માનમાં બે મિનિટનું મૌન રાખી મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથે જ મેયર પિન્કીબેન સોની દ્વારા આગામી 20 જુલાઇ સુધી સામાન્ય સભા મુલતવી રાખવાની જાહેરાત બાદ આજની સભા મુલતવી કરાઇ હતી.
