શું જ્હા ભરવાડ છે મજબૂત દાવેદાર?
પ્રતિનિધિ, વડોદરા, તા.
મહાનગર પાલિકામાં નેતા વિપક્ષ બનવા માટે કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ખેંચતાણ ચાલતી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. હાલ વડોદરા મહાનગરપાલિકામાં કોંગ્રેસના ૭ ચૂંટાયેલા કાઉન્સિલરો છે. વડોદરા કોંગ્રેસના દિગ્ગજ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વિપક્ષી નેતા તરીકેનો ભાગ ભજવી ચૂક્યા છે અને હાલ અમી રાવત વિપક્ષી નેતા છે. વોર્ડ નંબર ૧ મ્યુનિસિપલ કાઉન્સિલર વિપક્ષી નેતાની રેસમાં મજબૂત દાવેદારી કરી છે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ છે. આ સિવાય મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પા વાઘેલા પણ આ રેસમાં હોઈ શકે છે. વડોદરા કોંગ્રેસના ચૂંટાયેલા ૭ કાઉન્સિલરો નેતા વિપક્ષની ચૂંટણીમાં પોતાનો કીંમતી મત આપશે. હવે જોવાનું રહેશે કે નેતા વિપક્ષની આ રેસમાં કોણ બાજી મારે છે..