વડોદરા તારીખ 9
નંદેસરી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા ઘણા સમયથી ભાગતા ફરતા આરોપી મહેશ ઉર્ફે બોબડી વાળંદને 36 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે પીસીબીની ટીમે ઝડપી પાડયો હતો. બુટલેગરે દારૂ સંતાડવાની નવો કીમિયો અજમાવ્યો હતો અને મશીન જેવું બોક્સ બનાવી તેમાં દારૂ સંતાડી રાખ્યો હતો પરંતુ પોલીસે તેને નાકામિયાબ બનાવ્યો હતો.
નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂના ગુનામાં 10 મહિનાથી નાસતા ફરતા આરોપી મહેશ ઉર્ફે બોબડી વાળંદે દારૂનો ધંધો શરૂ કર્યો હતો. 8 નવેમ્બરના રોજ પીસીબીની ટીમને મળી હતી કે જાંબુઆ બ્રિજ પાસે આવેલા રામદેવ સીતામાતા હોટલ પાસે બુટલેગર મહેશ ઉર્ફે બોબડી ગીરીશ વાળંદ (રહે. મહાદેવ ચોક, મહાકાળી સોસાયટી સામે કીશનવાડી )દારૂના જથ્થા સાથે આવતા વાહનોની રાહ જોઈને ઊભો છે. પીસીબી ની ટીમે જામવા બ્રિજ પાસે રેઇડ કરતા નંદેસરી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી કેટલાક મશીન સાથે ઝડપાયો હતો.
બુટલેગરે મશીનમાં એવી રીતે દારૂ સંતાડ્યો હતો કે પોલીસ પણ માથું ખજવાડતી રહી ગઈ હતી. ત્યારબાદ પીસીબીની ટીમે મશીનને સ્કરુ ખોલી ચેક કરતા તેમાંથી 36 હજારના દારૂના જથ્થા સાથે મળી આવ્યો હતી. જેથી પીસીબી એ વિદેશી દારૂ, બે મોબાઈલ સહિત 43 હજારનો મુદ્દા માલ કબજે કરીને કપુરાઇ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. જ્યારે સેલવાસના જીગ્નેશ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.