Vadodara

વડોદરા : મરીન સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ પ્રા.લિ. એજન્સીના સંચાલક-સુપરવાઇઝર વિરુદ્ધ ગુનો નોંધાયો

પોલીસ સ્ટેશનમાંથી પીસીસી કઢાવ્યા વિના ગોરવા ઇનોરબિટ મોલમાં નોકરી પર રાખ્યો

એસઓજી દ્વારા અત્યાર સુધીમાં 13 એજન્સીના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાઇ

પ્રતિનિધિ વડોદરા તા.30

ગોરવા વિસ્તારમાં આવેલા ઇનઓરબિટ મોલમાં પીસીસી કઢાવ્યા વિના ગાર્ડને મરીન સિક્યુરિટી એન્ડ ઇન્ટેલીજન્સ પ્રાઇવેટ લિમિટેડ એજન્સીના સંચાલક દ્વારા નોકરી રાખવામાં આવ્યો હતો. એસઓજી દ્વારા એજન્સીના સંચાલક તથા સુપરવાઇઝર વિરુદ્ધ ગુનો નોંધી સુપરવાઇઝર અને ફિલ્ડ ઓફિસરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.  

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સિક્યુરિટી એજન્સીના સંચાલકો દ્વારા લાયસન્સ વગર એજન્સી ચલાવતા હોય છે. ત્યારે આવા એજન્સીના સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અગાઉ  એસઓજી દ્વારા ગેરકાયદે ચાલતી 13 જેટલી એજન્સીના સંચાલકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમ છતાં હજુ કેટલાક સંચાલકો લાયસન્સ વિના એજન્સી ચલાવતા હોય તેવા સંચાલકો પકડવા માટે એસઓજીની ટીમે દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી સઘન ચેકિંગ કરાઇ રહ્યું છે. જેમાં નોકરી પર રાખવામાં આવેલા ગાર્ડની તમામ માહિતી એસઓજી દ્વારા ચકાસણી કરાઇ હતી. જેમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી સુનિલ ઉર્ફે લભ્ભા બાજ મહીસ (રહે. ગામ શાહપુર જાજન, તા. ડેરાબાબ નાનક, જિ. ગુરદાસપુર, રાજ્ય પંજાબ)ને ગોરવા ઇનોરબિટ મોલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ઝડપી પાડ્યો હતો. દરમિયાન મોલમાંથી સિક્યુરિટી સુપરવાઇઝર બોબી ઇમેન્યુઅલ મસીહ હાજર હોય તેને જ સુનિલ મહીસને નોકરી પર રાખ્યો હતો પરંતુ તેના બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઇ પ્રકારની જાણ કરવામાં આવી નથી. ઉપરાંત પંજાબ પોલીસ કે ગુજરાત પોલીસ પાસેથી કોઇ પીસીસી સર્ટિફિકેટ પણ મેળવ્યું નથી. જેથી તેની પુછપરછ કરતા સુનિલને ફિલ્ડ ઓફિસર સુનિતા સુખવિન્દર સિંઘની પરમિશન લઇને નોકરી પર રાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top