- અધિકારીઓ માસ સીએલ પર ઉતરી ગયા
- મૌન ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો
વડોદરામાં હરણી બોટ કાંડ મામલે એક મહિના બાદ પાલિકા દ્વારા બે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.એક અધિકારીને સસ્પેન્ડ તો એક અધિકારીને ટર્મીનેટ કરી દેવામાં આવ્યા હતા. જે અધિકારીઓના સમર્થનમાં અન્ય એન્જિનિયરો માસ સી. એલ પર ઉતરી ગયા હતા.18 જાન્યુઆરીના રોજ હરડી મોટના તળાવ ખાતે બુટ પલટી જતા 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓના મોતની જ્યાં હતા જે ઘટનામાં એક મહિના બાદ 17 ફેબ્રુઆરીના રોજ પાલિકા દ્વારા બેદરકારી દાખવવાના જવાબદાર ગણી બે અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં જીગર સાયાનીયા, એડિશનલ આસિસ્ટન્ટ એન્જીનીયર તરીકે ફરજો બજાવે છે અને મિતેષ માળી, એડિશનલ આસિસ્ટન્ટ એન્જીનીયર ફયૂચરીસ્ટીક સેલ માં ફરજ બજાવતા ને સસ્પેન્ડ કરાયા છે, જેને લઇને સાથી એન્જીનીયરોમાં નારાજગી જોવા મળી હતી. અને અંદાજીત 100 જેટલા એન્જીનીયરો પાલિકામાં માસ સી. એલ પર ઉતરી ગયા છે અને વિરોધ કરી રહ્યા છે. પાલિકા દ્વારા મોટા અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાના અક્ષત ખુદ ભાજપના જ કોર્પોરેટર કરી ચૂક્યા છે ત્યારે હવે બે નાના એ લેવલના અધિકારીઓ સામેના પગલાંનો વિરોધ અન્ય એન્જિનિયરોએ કર્યો છે. અધિકારીઓએ મૌન ધરણાં યોજી પોતાનો વિરોધ વ્યક્ત કરી હતી.