Vadodara

વડોદરા મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતીના બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર(પછાત જાતી) મેયર બનશે.

ગુજરાતની 8 મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટેનુ રોસ્ટર શિડ્યુલ જાહેર,

ગુજરાતના 8 મહાનગરો જેવા કે વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, અને સુરત માટે 2026માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડશે. આ શહેરોમાં છેલ્લી ચૂંટણી 2021માં થઈ હતી.
ગુજરાતની 8 મહાનગર પાલિકાના મેયરોની ચૂંટણી માટેનું રોસ્ટર શિડયુઅલ જાહેર કરાયું છે. આ સાથે નોટિફિકેશન પ્રમાણે તે તમામ 8 મનપાના મેયરો માટે કેટલી ટર્મ રાખવામાં આવી છે તે અંગે પણ માહિતી આપવામાં આવી છે.
જો મુખ્ય મહાનગર પાલિકાઓની વાત કરીએ તો વડોદરા માટે અનુસૂચિત જાતિ અને મહિલા અઢી અઢી વર્ષ ની ટર્મમાં ચૂંટાશે.

તેમજ અમદાવાદ મળતી માહિતી મુજબ અમદાવાદમાં આગામી મેયર પ્રથમ અઢી વર્ષ માટે પછાત વર્ગમાંથી અને બીજા અઢી વર્ષમાં મહિલાને મળશે

તેવી જ રીતે સુરતમાં આગામી પાંચ વર્ષની ટર્મમાં મહિલા અને જનરલ કેટેગરીના મેયર મળશે.
અન્ય શહેરો માટે જેમ કે
રાજકોટ – જનરલ કેટેગરી અને વુમન (શિડયુલ કાસ્ટ)
ભાવનગર – વુમન એન્ડ જનરલ
જામનગર – વુમન એન્ડ જનરલ
જૂનાગઢ – જનરલ એન્ડ વુમન (બેકવર્ડ ક્લાસ) ગાંધીનગર – બેકવર્ડ ક્લાસ અને વુમન મેયર અઢી વર્ષની મુદત માટે દરેક મહાનગરપાલિકાઓમાં 27% અનામતને ધ્યાનમાં રાખી મેયર માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું.

Most Popular

To Top