Vadodara

વડોદરા મધ્યસ્થ જેલ: જેલમાં બંદિવાનોએ નિહાળી ગુજરાતી ફિલ્મ “લાલો”

જેલોના વડા ડો.કે.એલ.એન.રાવની સુચના મુજબ જેલ સુધારાત્મક પ્રવૃતિ અંતર્ગત જેલો ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ઉષા રાડાના માર્ગદર્શન હેઠળ બંદીવાનોના માનસિક તણાવ હળવો કરવાના હેતુસર તાજેતરમાં ખૂબ જ પ્રસિધ્ધ થયેલ પ્રેરણાત્મક ગુજરાતી ફિલ્મ “લાલો” સાંસદ ડો.હેમાંગ જોષીના સહયોગથી વિશાળ LED સ્ક્રીન પર વડોદરા મધ્યસ્થ જેલના બંદિવાનોને બતાવવામાં આવી હતી.


વડોદરા મધ્યસ્થ જેલ ખાતે “લાલો” ગુજરાતી ફિલ્મ બતાવવામાં આવેલ જેમાં બંદિવાનોને સાથે સાંસદ ડો.હેમાંગ જોષી “લાલો” ફિલ્મના કલાકારો સહિત તમામ ટીમ, જેલ અધિક્ષક ઉષા રાડા, નાયબ અધિક્ષક એમ.એ.ચૌધરી, અન્ય અધિકારી/કર્મચારીઓ તથા ખૂબ જ મોટી સંખ્યામાં જેલ બંદિવાનો દ્વારા ફિલ્મ નિહાળવામાં આવી હતી.
“લાલો” ગુજરાતી ફિલ્મ ધાર્મિક અને પ્રેરણાત્મક ફિલ્મ જોયા પછી બંદિવાનો એક નવી હકારાત્મક ઉર્જાનો સંચાર થયેલ હોવાનું જણાતું હતુ. તેમજ આ ફિલ્મ ભવિષ્યમાં જેલ બંદિવાનોના જીવનમાં એક અનેરી પ્રેરણા બળ પૂરૂ પાડનાર સાબિત થશે.
અંતે સાંસદ ડો.હેમાંગ જોષી ફિલ્મના તમામ કલાકારોનો તેમજ ટીમ દ્વારા અત્રેની જેલ ખાતે ફિલ્મ બતાવવાનુ અદભૂત આયોજન કરવા બદલ તથા તેઓનો કિમતી સમય ફાળવી અત્રે જેલ ખાતે હાજરી આપવા બદલ જેલ પરિવાર તરફથી આભાર માનવામાં આવ્યો હતો. તમામ પધારેલ મહેમાનો, અધિકારી/કર્મચારી તથા જેલ બંદિવાનોના સાથ સહકારથી ઉપરોકત કાર્યક્રમ સફળતા પૂર્વક પુર્ણ થયો હતો.

Most Popular

To Top