Vadodara

વડોદરા : મધ્યસ્થ જેલમાંથી કેદીઓ આપશે બોર્ડની પરીક્ષા, તૈયારી કરાવાઈ


વેલ્ફેર અધિકારી દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું :

SSCમાં 4 કેદી પરીક્ષાર્થી જેમાં 2 રિપીટર અને બે ફ્રેશર, HSCમાં 4 કેદી જેમાં દાહોદ સબ જેલમાંથી 1 કેદી પરીક્ષા માટે શિફ્ટ કરાશે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.23

આગામી 27 મી ફેબ્રુઆરીથી ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે.ત્યારે વડોદરાની મધ્યસ્થ જેલમાંથી અંતેવાસી પરીક્ષા આપનાર છે. જેને લઇને વેલ્ફેર અધિકારી દ્વારા જેલમાં આ પરીક્ષા આપનાર કેદીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12 ની પરીક્ષા આગામી તારીખ 27મી ફેબ્રુઆરીથી શરૂ થનાર છે જેને અનુલક્ષીને દર વખતની જેમ આ વખતે પણ વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પણ આ બોર્ડની પરીક્ષા આપનાર છે. જેમની માટે એક અલગ સેલ બનાવવામાં આવ્યું છે જ્યાં કેદી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.હાલ વેલ્ફેર અધિકારી મહેશભાઈ રાઠોડ દ્વારા તેમને પરીક્ષાને લઈને ખાસ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. અંગે માહિતી આપતા મહેશભાઈએ જણાવ્યું હતું કે ઘણા બધા કેદીઓ એવા છે હાલમાં જે ધોરણ 12 ની પરીક્ષાઓ આપી રહ્યા છે. એમાંથી લગભગ ત્રણેક કેદી એવા છે કે જે 26 27 વર્ષની ઉંમરના છે અને એ લોકોએ પોતે જ ઈચ્છા દર્શાવી છે કે અમારે ધોરણ 12 ની પરીક્ષા જે અમારો અધૂરો અભ્યાસક્રમ હતો. જે ધોરણ 10 સુધી ભણ્યા છે, તો અહીંયાથી ધોરણ 12ની પરીક્ષા આપીને હવે જે ઈગનું અને આંબેડકરના જે સ્નાતકના કોર્સ ચાલે છે. એમાં અમારે સ્નાતક કરવું છે, તો એ બહુ સારી વાત છે કે, એ લોકો પોતે જ ઈચ્છા દર્શાવે છે કે અમારે આગળ કંઈક કરવું છે અને ભણવું છે. જેલમાં અમે તમામ પ્રકારના વોકેશનલ ટ્રેનિંગ આપીએ છીએ. જેમકે કડિયા કામ, વેલ્ડીંગ વર્ક, સુથારી કામ ,દરજીકામ અને અત્યારે હાલ પ્લમ્બિંગનો પણ કોર્સ ચાલુ કરેલ છે. તો એ વોકેશનલ ટ્રેનિંગની સાથે સાથે તેઓ એજ્યુકેશનલ ટ્રેનિંગ પણ લે અને આગળ ભણતા થાય. ગ્રેજ્યુએશન કરે, માસ્ટર કરે, તો એ પ્રકારની તમામ સુવિધાઓ બધી જ મધ્યસ્થ જેલોમાં કરવામાં આવેલી છે. ગત વખતની વાત કરીએ તો બોર્ડની પરીક્ષામાં એચએસસીની પરીક્ષામાં પાંચ બદીવાનો હતા. જેમાંથી ચાર જેટલા ફૂલ્લી પાસ થયા છે અને એ લોકો હાલ આંબેડકર યુનિવર્સિટીમાં ગુજરાતી મીડીયમમાં સ્નાતકનો કોર્સ કરી રહ્યા છે. એક તો એન્વાયરમેન્ટ દરેક વ્યક્તિ માટે પોતાના વિકાસ કરવા માટે ખૂબ જ જરૂરી છે અને હાલ જોવા જઈએ તો જેલોમાં રિફોર્મેશન અને રીહેબિટેશન પર મુખ્ય ભાર આપવામાં આવ્યો છે. જેથી કરીને બદીવાન એના જેટલા પણ સમય માટે જેલમાં હોય ત્યાં સુધી એનું રીફોર્મેશન થાય. એ સુધારણા ના અંતે કે જ્યારે પણ સારો નાગરિક બનીને સમાજમાં જાય તો એને કોઈ જાતનું એવું થાય નહીં કે મેં જેલમાં મારો સમય બરબાદ કર્યો છે, પણ અહીંયા એ વોકેશનલ ટ્રેનિંગ લેય થોડો અભ્યાસક્રમમાં ભાગ લે થોડું આગળ ભણે અને એના કારણે શું થાય છે કે, જ્યારે પણ બહાર નીકળે છે. ત્યારે એને સીધો જ સમાજમાં ભળી જાય છે. એને એવું નથી લાગતું કે હું ઝીરો છું, પણ અહીંયા અમે એ પ્રકારનું એન્વાયરમેન્ટ આપીએ છે કે જેથી કરીને એ એક સારો નાગરિક બનીને સમાજમાં જાય અને સારા નાગરિક બનીને પોતાના સમાજમાં પોતાના ગ્રુપમાં સ્થિર થાય અને આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં ના પડે અને આ જેલમાં પરત ન આવે વેલ્ફેર ઓફિસર મહેશભાઈ રાઠોડ છેલ્લા 14 વર્ષથી જેલમાં ફરજ બજાવે છે અને તેમણે ઘણા બધાને તેમની સામે જ કેદીઓને સુધરતા જોયા છે અને એમનામાં પરિવર્તન પણ જોયું છે.

Most Popular

To Top