Vadodara

વડોદરા : મધુનગર બ્રિજ પર થયેલા અકસ્માતમાં યુવકનું મોત

વડોદરા તા.5
વડોદરા શહેરમાં અઠવાડિયાના સમયગાળા દરમિયાન અકસ્માતનો ત્રીજો બનાવ નોંધાયો છે. અગાઉ સમા સાવલી રોડ તથા અમિતનગર પાસે બે અકસ્માતમાં યુવક અને બાળકનું મોત નીપજ્યું હતું. ત્યારે ગોરવા મધુનગર બ્રિજ પર બાઈક ચાલકને શાહ ટ્રાવેલ્સની ગાડીએ અડફેટે લીધો હતો. જેમાં રોડ પર પટકાતા ગંભીર ઇજાઓના કારણે યુવકનું ઘટના સ્થળ જ મોત થયું હતું. ગોરવા પોલીસે લાશને પીએમ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં ચાલકો બેફામ રીતે પોતાના વાહનો ચલાવતા હોવાના કારણે અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં જ સમા સાવલી રોડ પર થાર કારના ચાલકે બાઈક અને લેતા તેના પર સવારે બે યુવકો પૈકી એકનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્યારબાદ જ અમિત નગર સર્કલ પાસે એસટી બસના ચાલકે આઠ વર્ષના બાળકને કચડી નાખતા તેનું પણ મોત નીપજ્યું હતું. વધુ એક અકસ્માતનો બનાવ ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર બ્રિજ ઉપર બનવા પામ્યો છે. ગોરવા મધુનગર બ્રિજ પરથી બાઈક લઈને જતા યુવકને સામેથી આવતી શાહ ટ્રાવેલ્સ ની ગાડી અડફેટમાં લીધો હતો. જેમાં યુવક રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે બ્રિજ પર લોકોના ટોળા ભેગા થઈ જતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ઘટનાની જાણ ગોરવા પોલીસને થતા કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને મૃતદેહને પીએમ માટે એસએસજી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી શાહ ટ્રાવેલ્સની ગાડીના ચાલક વિરુદ્ધ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મિહિર સોલંકી નામનો યુવક ઘરેથી નીકળીને આજવા રોડ પર આવેલી પોતાની ઓફિસે નોકરી પર જઈ રહ્યો હતો તે દરમિયાન જ તેને અકસ્માત નડ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top