મુખ્ય ચૂંટણી એજન્ટને રૂમમાં પ્રવેશવા નહિ દેતા વિવાદ :
પોલીસ અને માહિતી વિભાગના અધિકારીઓ કાયદાના પાઠ ભણાવ્યા :
( પ્રતિનિધિ ) વડોદરા તા.4
વડોદરા લોકસભાની અને વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે શહેરની પોલિટેકનિક કોલેજ ખાતે લોખંડી બંદોબસ્ત વચ્ચે મત ગણતરી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન ભાજપના ઉમેદવાર ના મુખ્ય ચૂંટણી અધિકારીને મીડિયા રૂમમાં પ્રવેશ કરવા નહીં દેતા હોબાળો મચાવ્યો હતો.
રાજ્યની 25 બેઠકો માટે ચાર જૂન મંગળવારે મતગણતરી શરૂ કરવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરના પોલિટેકનિક કોલેજ ખાતે પણ લોકસભાની અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સવારે 8:00 કલાકે થી સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના મુખ્ય ચૂંટણી એજન્ટ મેહુલ લાખાણીને મીડિયા રૂમમાં પ્રવેશ કરવા નહીં દેતા હોબાળો મચ્યો હતો સૌપ્રથમ ફરજ પર હાજર અધિકારી અને ત્યારબાદ માહિતી વિભાગના અધિકારીઓ સાથે શાબ્દિક ટપાટપી થઈ હતી. ત્યારે ભાજપના મુખ્ય ચૂંટણી એજન્ટ મેહુલ લાખાણીએ અનોખા તેવરમાં કલેકટરની ધાક બતાવી હતી. જોકે સમગ્ર મામલે કાયદો કાયદાની જગ્યા પર હોય કાયદાનું ઉલંઘન ન થાય જેથી કરીને અધિકારીઓએ મેહુલ લાખાણીને કાયદાના પાઠ ભણાવ્યા હતા અને પ્રવેશ કરવા દીધો ન હતો.