વડોદરા તારીખ 26
વાઘોડિયા તાલુકાના મઢેલી ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરને અરજદારો પાસેથી ઈકેવાયસી કરવાના રૂપિયા 20 ઉઘરાવતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ઇકેવાયસી કરવાના અરજદાર દીઠ સરકાર દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર ના ખાતામાં પાંચ રૂપિયા જમા કરવામાં આવતા હતા. તેણે અરજદારો પાસેથી એક પણ રૂપિયો લીધા વગર કેવાયસી કરવાનું હતું તેમ છતાં લાંચિયો ઓપરેટર અરજદાર દીઠ ₹20 પડાવતો હોય એસીબીએ છટકું ગોઠવીને દબોચી લીધો હતો.
વાઘોડિયા તાલુકાના મઢેલી ગ્રામ પંચાયતમાં હિમાંશુ જગદીશ પટેલ કોન્ટ્રાક્ટર પર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. સરકાર દ્વારા કેવાયસી ફરજિયાત કરતા અરજદારો મોટી સંખ્યામાં કેવાયસી કરાવવા માટે ગ્રામ પંચાયત ખાતે ઉમટી પડ્યા હતા. સરકાર દ્વારા ઇકેવાયસી કરવાના પાંચ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરના ખાતામાં સીધા જમા કરવામાં આવતા હતા. અરજદારોએ એક પણ રૂપિયો આ કોમ્પ્યુટર ઓપરેટરને આપવાનો થતો નથી તેમ છતાં કોમ્પ્યુટર ઓપરેટર હિમાંશુ પટેલ અરજદાર દીઠ કેવાયસી કરવાના તેમની પાસેથી રૂપિયા 20 ઉઘરાવતો હતો. જેની માહિતી વડોદરા એસીબીને મળી હતી. જેના આધારે એસીબી પીઆઇ સહિતની ટીમે મઢેલી ગ્રામ પંચાયતમાં ખટકો ગોઠવ્યું હતું. દરમિયાન કોમ્પ્યુટર ઓપરેટરને અરજદાર પાસેથી ઈકેવાયસી કરવાના રૂપિયા 20 ઉઘરાવતા રંગે હાથ એસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. અરજદારોને લુટતા લાંચિયા ઓપરેટરની ધરપકડ કરીને એસીબી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી કોમ્પ્યુટર ઓપરેટર ઈ કેવાયસીનું કામ કરતો હોય અરજદારો પાસેથી ₹20 પડાવતો હતો.
વડોદરા : મઢેલી ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરને ઈકેવાયસી કરવાના રૂ. 20 લેતા એસીબીએ દબોચ્યો
By
Posted on