Vadodara

વડોદરા  : મચ્છીપીઠ વિસ્તારમાંથી ફરી રૂ.11.09 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

એનડીપીએસના ગુનામાં સજા કાપતા આરોપીની પત્ની અન્ય બે લોકો સાથે મળી કાળો કારોબાર ચલાવતી હતી, નવાબવાડાના મોઇન એપાર્ટમેન્ટના મકાનમાં એસઓજીની ટીમે રેડ કરી

પ્રતિનિધિ વડોદાર તા.11

વડોદરના મચ્છીપીઠ વિસ્તારમાંથી એસઓજીની ટીમે રેડ કરીને 11.09 લાખના એમડી ડ્રગ્સના  જથ્થા સાથે બે મહિલા સહિતના ત્રણ જણાને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુંબઇના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો હતો. મકાનમાં મળી આવેલો એમડીનો જથ્થો, એક મોબાઇલ અને રોકડા 94 હજાર મળી રૂ.12.49 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 તાજેતરમાં એસઓજીની ટીમે મચ્છીપીઠ વિસ્તારમાં રેડ કરીને એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે ફરીવાર બુધવારે રાત્રીના સમયે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે મચ્છીપીઠ વિસ્તારમાં નવાબવાડાના મોઇન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરના મકાનમાં રહેતા ડ્ર્ગ્સ કેસમાં જેલમાં સજા કાપતા ઇમરાનખાન પઠાણ ઉર્ફે ચીકનદાનાની પત્ની રેહાના પઠાણ ભાણેજ તથા ભાણેજ જમાઇ સાથે મળીને એમડીનું મોડી રાત સુધી વેચાણ કરે છે. જેના આધારે એસઓજીની ટીમે બુધવારે મોડી રાત્રીના સમયે મોઇન એપાર્ટમેન્ટમાં રેડી કરી હતી. ત્યારે મકાનમાંથી રેહાના પઠાણ, નિગત શેખ તેનો પતિ મોહંમદકામીલ શેખ ઝડપાઇ ગયા હતા. તેમને સાથી રાખી મકાનમાં તપાસ કરતા છુપાવી રાખેલો રૂ.11.09 લાખનો 110 ગ્રામ992 મિલીગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીની ટીમે ડ્રગ્સનો જથ્થો, એક મોબાઇલ અને મેફ્રોડ્રોન વેચાણના રૂ. 94 હજાર મળી 12.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે મુંબઇથી ડ્રગ્સ સપ્લાયર કરતા ફૈઝલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top