Vadodara

વડોદરા : મચ્છીપીઠમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે પેડલર ઝડપાયો

એસઓજીની ટીમે દરોડો પાડ્યો, એફએસએલની પણ મદદ લેવાઈ

શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં એસઓજીની ટીમે દરોડો પાડીને 50 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પેડલરને ઝડપી પાડ્યો હતો. એફએસએલની ટીમે પણ સ્થળ પર દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાંથી છુપી રીતે નસીલા પદાર્થો જેવા કે એમડી ડ્રગ્સ, ગાંજો, હિરોઈન અને અફીણ સહિતના નસાયુક્ત પદાર્થોનું વેચાણ કરવામાં આવતું હોય છે. જેના કારણે એસઓજી પોલીસ દ્વારા અવારનવાર અલગ અલગ વિસ્તારોમાં રેડ કરીને નસીલા પદાર્થોનું વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડવામાં આવતા હોય છે. તાજેતરમાં સીટી વિસ્તારમાં આવેલા આશિકાના માં એક કોમ્પ્લેક્સમાંથી વિસ્તારમાંથી મોટી માત્રામાં એમડી ડ્રગ્સ સાથે પહેલરને ઝડપી પાડવામાં આવ્યો હતો. એસ ઓ જી પોલીસને વધુ એક સફળતા મળી છે. મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષના મકાનમાં એમડી ડ્રગ્સનું એક શખ્સ દ્વારા છૂટી રીતે છુટક વેચાણ કરવામાં આવે છે. તેવી બાતમી એસઓજીને મળી હતી. જેના આધારે શુક્રવારે એસઓની ટીમે મચ્છી પીઠ વિસ્તારમાં દરોડો પાડીને કોમ્પ્લેક્સના મકાનમાંથી અંદાજે પાંચ લાખ કરતા વધુની કિંમતના 50 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે વેચાણ કરનાર હમજા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સ્થળ પર એફએસએલ ની ટીમને પણ બોલાવી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મચ્છી પીઠ વિસ્તારમાંથી નસીલા પદાર્થનું વેચાણ કરનાર શખ્સો ઝડપાયા હતા.

Most Popular

To Top