પ્રતિનિધિ વડોદરા તા.19
અગાઉ વિવિધ પ્રકારના ગુનામાં સંડોવાયેલા ત્રણ રીઢા આરોપીઓને મકરપુરા વિસ્તારની સોસાયટીમાંથી જુલાઇ મહિનામાં રૂ.6.80 લાખની માલમતાનીચોરી કરેલા મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ. 2,.47 લાખનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની સીસીટીવી ફુટેજ, ટેકનિકલ તથા હ્યુમન સોર્સના અધારે તપાસ કરી રહી હતી. તે દરમિયાન અગાઉ ઘરફોડ ચોરી સહિતના અનેક ગુનામાં ઝડપાયેલો આરોપી જોહરસિંગ દિલીપસિંગ બાવરી (રહે. ડભોઇ રોડ જલારામનગર વડોદરા, ગાજરાવાડી સુએજ પમ્પિંગ રોડ વિશ્વકર્માનગર, વિજેન્દ્ર ઉર્ફે બોડો રાજુસિંગ તિલપીતિયા (રહે. આજવા રોડ એકતાનગર)અને કર્માસિંગ જીવણસિંગ દુધાની (રહે. તરસાલી વુડાના મકાન)ની સંડોવણી બહાર આવી હતી. આ ત્રણ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત શોધખોળ કરાઇ હતી. ત્યારે આ ત્રણ આરોપીને તરસાલી બંસલ મોલ સામેના વુડાના મકાન તરફ જતા બે બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં શોધી કાઢ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ શખ્સની ઝડતી કરતા તેમની પાસેથી ચાંદીના દાગીના, રોકડ રકમ તથે થેલીમાંથી ત્રણ જેકેટો, માસ્ક, ટોપી તેમજ ઘરફોડ ચોરીના સાધનો ગણેશીયુ,, ડીસમિસ, લાકડી મળી આવ્યા હતા. જેથી તેના સામાના પુરાવા માગતા રજૂ કરી શક્યા ન હતા, જેથી તેમની કડકાઇથી પુછપરછ કરતા મકરપુરા રોડ પર ઓએનજીસી સામે આવેલા પારસમણી સોસાયટીના બંધ મકાનમાંથી રાત્રીના સમયે ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપી પાસે રૂ. 2.47 લાખનો મુદ્દામાલ કબજે કરીને મકરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.