Vadodara

વડોદરા : મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં ગેટ પડતા વૃદ્ધ કામદારનું મોત, અન્ય ઘવાયા

મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં ગેટ બંધ કરવા ગયેલા કામદારો પર મોટો ગેટ પડતા 60 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય કામદારને ગંભીર ઇજાઓ પહોંચી હોય તેમને સારવાર માટે એસએસજીમાં ખસેડાયા હતા. પોલીસે મૃતદેહનું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

મકરપુરા જીઆઇડીસીમાં સ્ટોમિક કંપનીમાં કામ કરતા કામદારો લંચ પડતા ગેટ બંધ કરવા માટે ગયા હતા. તે દરમિયાન અગમ્ય કારણોસર મસમોટો ગેટ આ કર્મચારીઓ પર પડયો હતો. જેમાં 60 વર્ષના વૃદ્ધ રણછોડભાઈ સનાભાઇ રાઠોડનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય કામદારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતકદેહનું પીએમ કરાવવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કંપનીમાં જ 60 વર્ષના વૃદ્ધનું મોત નીપજવા સાથે અને કામદારને બીજાઓ પણ પહોંચી હોય પણ સંચાલકો દ્વારા વળતર ચુકવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top