Vadodara

વડોદરા: મકરપુરા જીઆઇડીસીમાં આવેલી ચોકસી લેબોરેટરીમાં એક કર્મચારીનું મોત થતાં હોબાળો….

શહેરના મકરપુરા જીઆઇડીસી ખાતે આવેલી ચોક્સીલેબોરેટરીમાં એક કર્મચારીનુ મોત થતાં પરિજનો દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો

હસમુખભાઈ મૂળજીભાઇ પરમાર નામના કર્મચારી સેમ્પલ કલેક્શન ની કામગીરી સાથે જોડાયેલા હતા

ગતરોજ કંપની તરફથી અમદાવાદ સેમ્પલ કલેક્શન માટે ગયા બાદ રાત્રે મોડું થતાં મકરપુરા ઓફિસમાં સુઇ ગયા પરંતુ સવારે મૃત હાલતમાં મળી આવ્યા

શહેરના મકરપુરા જીઆઇડીસી ખાતે પ્લોસી/બી -829માં આવેલ ચોક્સી લેબોરેટરીઝ લિમિટેડ નામની કંપનીમાં સેમ્પલ કલેક્શનનુ કામ કરતા હસમુખભાઈ મુળજીભાઈ પરમાર ગતરોજ ચોક્સી લેબોરેટરીઝ લિ.ની ગાડીમાં અમદાવાદ ખાતે સેમ્પલ કલેક્શન અર્થે ગયા હતા જ્યાંથી તેઓ કામગીરી બાદ રાત્રે વડોદરા પહોંચ્યા હતા પરંતુ મોડું થયું હોય તેઓ મકરપુરા જીઆઇડીસી સ્થિત ચોક્સી લેબોરેટરીઝ લિમિટેડ માં જ સુઇ ગયા હતા. શુક્રવારે સવારે જ્યારે મેનેજર તથા સ્ટાફ આવ્યા અને તેઓને જગાડવાનો પ્રયાસ કર્યો છતાં તેઓ ન જાગતા તપાસ કરી તો તેઓની હાર્ટબીટ તથા પલ્સ ચાલતા ન હતા તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા તેમ કંપનીના મેનેજર હિરેનભાઇ દ્વારા જણાવાયું હતું. કંપનીના મેનેજર દ્વારા આ અંગે કંપનીના અધિકારીઓ તથા મૃતક હસમુખભાઈ ના પરિજનોને જાણ કરી ઇમરજન્સી એમ્બયુલન્સ બોલાવી હતી. જ્યાં તબીબો દ્વારા હસમુખભાઈ ને મૃત જાહેર કર્યા હતાબનાવને પગલે મૃતકોના પરિજનો, સગાઓ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહનો સ્વિકાર કરવાની ના પાડી હતી બીજી તરફ ચોક્સી લેબોરેટરીઝ લિમડાના મેનેજર દ્વારા મૃતકના પોસ્ટમોર્ટમ બાદ જ સાચું કારણ જાણી શકાશે તેમ જણાવી મૃતકના પીએફ, ગ્રેજયુઇટી સહિતના નિકળતા લાભો પરિવારને આપવા તથા ઉપરાંત કંપની તરફથી પણ વળતર ચૂકવવા બાંહેધરી આપવામાં આવી હતી અને જો મૃતકના પરિવારમાંથી કોઇ નોકરી કરવા ઇચ્છતું હોય તેઓને નોકરી માટે પણ ઓફર કરવાની વાત કરી હતીપરંતુ બીજી તરફ મૃતકના પરિજનો દ્વારા મૃતકના નિકળતા હિસાબ,લાભો ઉપરાંત વધુ રકમની માંગ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. હાલ મૃતકના પોસ્ટમોર્ટમ બાદ જ સમગ્ર હકીકત જાણવા મળે તેવી શક્યતા છે.

Most Popular

To Top