ટાઇલ્સનો પાવડર બનાવતી કંપનીમાં આગ લાગતા ફાયરબ્રિગેડના જવાનો દોડી આવ્યા :
ચારથી વધુ ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો,કારણ અકબંધ
( પ્રતિનિધિ )વડોદરા,તા.30
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં બે દિવસ પહેલાજ એડવાન્સ મેડ ટેક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ લાગ્યા બાદ રવિવારે વહેલી સવારે પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
વડોદરા શહેર અને જિલ્લામાં આગના બનાવવામાં દિવસે અને દિવસે વધારો થવી રહ્યો છે, તેવામાં રવિવારે સવારે ફરી એક વખત સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં આવેલી તોરિસિડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી જીઆઇડીસીમાં વહેલી સવારે લાગેલી આગના પગલે લોક ટોળા ઉમટી પડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મંજુસર જીઆઇડીસીમાં ટોરેસીડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ટાઇલ્સનો પાવડર બનાવવામાં આવે છે. સવારે અચાનક આગ લાગતા ભારે નાસભાગ મચી ગઈ હતી. બનાવની જાણ કરવામાં આવતા મંજુસર જીઆઇડીસી સહિતના ચારથી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સદ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. બીજી તરફ આગળનું ચોક્કસ કારણ પણ જાણવા મળ્યું નથી. જ્યારે મોટી માત્રામાં નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
