Vadodara

વડોદરા : મંજુસર જીઆઇડીસી પ્રેસ્ટિજ હોટલ પાસેની ખુલ્લી ગટરમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

વડોદરા તારીખ 19
મંજુસર જીઆઇડીસીમાં આવેલી પ્રેસ્ટિજ હોટલ પાસેની ખુલ્લી ગટરમાંથી પરપ્રાંતીય 35 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મંજુસર પોલીસે મૃતદેહને બહાર કાઢી પીએમ કરાવવાની તજવીજ શરૂ કરી છે.


વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી મંજુસર જીઆઇડીસીમાં વિવિધ કંપનીઓ આવેલી છે. આ કંપનીઓમાં પર પ્રાંતમાંથી ઘણા લોકો નોકરી કરવા માટે મંજુસર જીઆઇડીસીમાં આવતા હોય છે અને હાલમાં પણ ઘણા પર પ્રાંતના યુવકો અલગ અલગ કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે. દરમિયાન પ્રેસ્ટિજ હોટલ પાસે આવેલી ખુલ્લી ગટરમાંથી એક 35 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મંજુસર પોલીસને આ બાબતે જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ યુવકના મૃતદેહને બહાર કાઢી તેને પીએમ માટે ખસેડ્યો હતો. બીજી તરફ પોલીસે આ યુવક કોણ છે ક્યાંનો વતની છે કઈ કંપનીમાં કામ કરતો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top