Vadodara

વડોદરા : ભૂકી કાંસ ઉપર ગરનાળાનો રોડ બેસી ગયો, મોટી દુર્ઘટના થવાની ભીતિ

નવાયાર્ડ પાવન પાર્ક પાસેનું ગરનાળુ પહોળું કરવા છેલ્લા 1 વર્ષથી માંગણી :

પ્રિમોન્સૂન ની કામગીરી ના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર માત્ર કાગળ ઉપર ચાલતી કામગીરી : જહા દેસાઈ

( પ્રતિનિધિ ) વડોદરા,તા.11

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પ્રથમ વરસાદ એ જ પાલિકાની પ્રીમોનસૂન ની કામગીરીની પોલ ઉઘાડી પડી હતી. ત્યારે હવે એક બાદ એક વિવિધ વિસ્તારોમાં ભુવા , ગાબડા અને રોડ બેસી જવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે નવાયાર્ડ પાવન પાર્ક પાસે આવેલું ભૂકી કાંસ ઉપરના ગરનાળાનો રોડ બેસી જતા સ્થાનિક કોર્પોરેટર સહિત જાગૃત નાગરિકે તીખા શબ્દોના પ્રહારો કરી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.

જાગૃત નાગરિક કમલેશ પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, નિઝામપુરા વિસ્તારની અંદર જે વરસાદી કાંસ છે. જેમાં અવાર નવાર ઘટનાઓ બને છે. અગાઉ એક ગાયનું તેમાં પડવાથી મૃત્યુ થયું હતું. રાહદારીઓને પણ ઘણી વખત ઇજાઓ પહોંચી છે, અને ખાસ કરીને આ જે ભ્રષ્ટાચારનો ભુવો પડ્યો છે. જે આ ભુવો છે ડ્રેનેજ છે એ એની ઉપર જ પડ્યો છે. એટલે ખાસ કરીને જો કદાચ વરસાદનું પાણી છલકાઈ જાય અને કોઈ રાહદારીઓ જતા હોય અને જો અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ ? એટલે ખાસ કરીને અમારી અપીલ છે કે, આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવું જોઈએ. બેરીકેટ લગાવીને સંતોષ માણ્યો છે પણ જો કોઈ દુર્ઘટના થશે તો તેનું સંપૂર્ણ જવાબદાર વડોદરા કોર્પોરેશન રહેશે.

કોર્પોરેશનના ચૂંટણી વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર જહા દેસાઈએ જણાવ્યું હતું કે, ભુવાનું માત્ર નામ છે પણ ભુવા કરતા પણ મોટું આખેઆખું આ ગરનાળાની બાજુનો રોડ બેસી ગયો છે. આ ભૂકી કાંસની ઉપરનું ગરનાળુ છે. નવાયાર્ડ પાવન પાર્ક પાસેનું, છેલ્લા ઘણા સમયથી અમારી માંગણી હતી કે, આ ગરનાળાને પહોળું કરવામાં આવે અને થોડું દૂર લઈ જવામાં આવે. કારણ કે, રોડ થી 15 થી 20 ફૂટ ગરનારું અંદર છે એને દૂર કરવામાં આવે તો રોડના માપે માપ એ ગરનાળુ દૂર જાય. પરંતુ એ કામ પણ છેલ્લા એક વર્ષથી મંજુર હોવા છતાં પણ આ કામગીરી કરવામાં આવી નથી રહી. સાથે સાથે એક ફોર વ્હીલર નીકળી શકે એવી પરિસ્થિતિ છે. અહીંયા નજીકમાં સૌરાષ્ટ્ર લેવા પટેલની વાડી છે. એની બાજુમાં નિઝામપુરા અતિથિ ગૃહ છે. પાછળ રેસીડેન્સ વિસ્તાર છે આની પરિસ્થિતિ અત્યારે કદાચ કોઈ ભારદારી વાહન આવે કોઈ ફોર વ્હીલર આવે તો સો ટકા આ રોડ, બધું બેસી જાય અને જાનહાનિ થવાની શક્યતા છે. ભાજપા ના શાસનમાં માત્રને માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ સાબિત થઈ રહ્યું છે. કારણ કે, પ્રિમોન્સની કામગીરીના નામે જ્યારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય અને માત્ર કાગળ ઉપર કરોડો રૂપિયાનો ખર્ચો બતાવવામાં આવતો હોય તો કામગીરી ના નામે માત્રને માત્ર ભુવા પડી રહ્યા છે. માત્રને માત્ર ખાડા પડી રહ્યા છે અને આ પ્રકારના રોડ જો બેસી જતા હોય તો આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો બહુ મોટો નમૂનો છે અને આવનારા દિવસોમાં આની સમારકામની કામગીરી અને અમારી જે પણ માંગણી છે એ કરવામાં નહીં આવે તો મ્યુ.કમિશનર પાસે પણ આ વિસ્તારના તમામ નાગરિકોને સાથે લઈ ઉગ્ર રજૂઆત કરીશું.

Most Popular

To Top