Vadodara

વડોદરા : ભુજ-દાદર એક્સપ્રેસ ટ્રેનમાં એસી બંધ રહેતા રેલવે સ્ટેશન પર મુસાફરોનો હોબાળો

દરેક અધિકારી આગળ જતા એસી ચાલુ થશે તેમ કહી જવાબદારીમાંથી છટક્યા :

દરેક સ્ટેશને મુસાફરોએ સ્ટેશન માસ્ટરને કરી હતી રજુઆત :

( પ્રતિનિધિ )વડોદરા,તા.22

વડોદરામાં ભારે ગરમીમાં ટ્રેનના મુસાફરો પરેશાન થઈ ઉઠ્યા હતા.ભુજ- દાદર એક્સપ્રેસ ટ્રેનમાં એસી કોચમાં એસી બંધ રહેતા વડોદરા રેલવે સ્ટેશન ખાતે પહોંચી મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને રેલવે પ્રશાસન સામે આક્ષેપ પણ કર્યા હતા.


દાદર – ભુજ ટ્રેન એક્સપ્રેસ ટ્રેનના મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર બુધવારે રાત્રે આવી પહોંચતા મુસાફરોએ પ્લેટફોર્મ પર ઉતરી એસી કોચમાં એસી બંધ રહેતા આક્રોશ વ્યક્ત કર્યો હતો.દરેક સ્ટેશને મુસાફરોએ સ્ટેશન માસ્ટરને રજુઆત કરી હતી. જોકે, દરેક અધિકારીએ આગળ જતા એસી ચાલુ થશે તેમ કહી જવાબદારીમાંથી છટક્યા હતા. નંબર 2011ના કોચનું સમારકામ ન થયું હોવાની મુસાફરોએ ફરિયાદ કરી હતી. મુસાફરોએ વડોદરા સ્ટેશન ખાતે 25 મિનિટ ટ્રેન રોકાવી દીધી હતી. B 3 કોચમાં મુસાફરોને ગભરામણ થયાની પણ ફરિયાદ કરી હતી. એક મુસાફરે જણાવ્યું હતું કે, દાદર થી અમે લોકો આવી રહ્યા હતા ત્યાંથી જ કોલિંગ નથી થઈ રહ્યું? દરેક સ્ટેશન પર રોકવામાં આવી હતી. જ્યાં સ્ટેશન માસ્તર અથવા તો ત્યાંના ઇન્ચાર્જ છે તે પોતે કહી રહ્યા છે કે, આગળ જઈને થઈ જશે એ એવી રીતે વિચારી રહ્યા છે કે અમારી પાસેથી આ બલા ટળી, આગળના સ્ટેશન વાળા જોશે. આ પ્રશાસનની ખામી છે. 2011 નો કોચ લાગેલો છે એની અંદર કોઈનાથી રીપેર થતું નથી. ત્રણ કલાકથી રીપેરીંગ કામગીરી ચાલી હતી. પરંતુ થતું નથી અમે નવા કોચ માટે કહી રહ્યા હતા પણ નવો કોચ પણ એરેન્જ કરી આપવામાં આવ્યો નથી. એ અમને ખોટી માહિતી આપી રહ્યા છે અને એના ઇન્ચાર્જ કરી રહ્યા છે કે અમે લોકો દારૂ પીને હંગામો કરી રહ્યા છે. ત્યારે અમે પણ જણાવ્યું હતું કે આખી કોચમાંથી તમે ચેકિંગ કરો એક પણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળે તો તેની સામે કાર્યવાહી કરો. આ કોચમાં બધા પરિવારવાળા છે. મુસાફરો બીમાર પડી રહ્યા છે નાના બાળકો રડી રહ્યા છે. લોકોને ગભરામણ થઈ રહી છે, પણ અહીંયા પ્રશાસન કોઈનું સાંભળતું નથી.

Most Popular

To Top