જળચર જીવોને હેરાનગતિ ન થાય તે માટે તકેદારી અને સાવચેતી પૂર્વક કરાઈ રહી છે કામગીરી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.29
વડોદરામાં ગત વર્ષે આવેલા આ વખતે પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યા મગરનો વસવાટ હોય અને ત્યાં જો કોઈ હલચલ થાય તો મગર તુરંત એકટીવ થાય છે. ત્યારે ભીમનાથ બ્રિજ નજીક વિશ્ર્વામિત્રી નદી ને પહોળી કરવાની કામગીરી જ્યાં ચાલી રહી છે તેની નજીકમાં મગરોનુ ટોળુ જોવા મળ્યું હતું.મગરો સન બાથ લેવા માટે બહાર આવી પહોંચ્યા હતા. જાણે મગરો પણ આ કામગીરીનું નિરીક્ષણ જાણે કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

વડોદરા શહેરમાં ગત વર્ષે ચોમાસામાં આવેલા પૂરને કારણે શહેરમાં જળ બંબાકાર ની પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું. લોકોને ભારે હાલાકી બેઠવી પડી હતી તારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રચવામાં આવેલી નવલાવાળાની કમિટીના શહેરમાં પૂરના પ્રકોપથી બચવા શું કરી શકાય તે અંગે વિવિધ વિભાગોનું માર્ગદર્શન તેમજ નિરીક્ષણ કરીને સરકારમાં રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો હતો જે બાદ હાલમાં વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા માટે પાલિકાએ તેજ ગતિએ કામગીરી હાથ ધરી છે. ચાર ઝોનમાં ભાગ પાડીને વિશ્વામિત્રી નદીની સાફ સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વિશ્વામિત્રી નદીમાં રહેલા મગર સહિતના જળચર જીવોને કોઈ નુકસાન ન થાય તે માટે જીવદયા પ્રેમીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા અમુક નક્કી કરેલી રકમ મુજબનું મહેનતાણું પણ નક્કી કરવામાં આવેલું છે.આ તમામ જીવદયા પ્રેમીઓ કામગીરી ટાણે રેકી કરે છે. બાસ્કીંગ દરમિયાન મગરો બહાર આવતા હોય છે તાપ મેળવતા હોય છે. ત્યારે શનિવારે વડોદરા શહેરના ભીમનાથ બ્રિજ નજીક ચાલી રહેલી પાલિકાની કામગીરી દરમિયાન નજીકમાં જ મગરનું ટોળું બહાર જોવા મળ્યું હતું. મઘરો સન બાથ લેવા માટે ઉપર આવી ગયા હતા. જાણે મગરો પોતે જ પાલિકાની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા બીજી તરફ પાલિકા દ્વારા સાવચેતીપૂર્વક મગર સહિતના જડતર જીવોને કોઈ જોખમ ઊભું ન થાય તેવી તકેદારી રૂપે કામગીરી કરવામાં આવી રહી છે.